મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે સવારે જે ફેરબદલ થયા છે તેનાથી જ માત્ર રાજ્ય પરંતુ સમગ્ર દેશ પણ અચંબિત થઈ ઉઠ્યો છે. અત્યારસુધી શિવસેના અને કોંગ્રેસના સાથની વાતચિત કરી રહેલી એનસીપીના સીનિયર નેતા અજિત પવારે ભાજપને સમર્થન આપીને સરકાર બનાવવાથી રાજનૈતિક સમીકરણોએ લોકોને મુંઝવ્યા જ પરંતુ સાથે હવે બધા જ લોકોની નજર બહુમતના જાદુઈ આંકડા પર ટકી છે જેના કારણે આખી સ્ટોરી શરુ થઈ. હકીકતમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે એ સ્પષ્ટ કહ્યું કે ભાજપની સાથે જવાનો નિર્ણય મારા ભત્રીજાનો પર્સનલ નિર્ણય છે પાર્ટીનો નહી. ત્યારે આવામાં માનવામાં આવી રહ્યું છે કે એનસીપી પાર્ટીનું એક જુથ પાર્ટીથી અલગ ભાજપ સાથે ચાલતું દેખાઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. સરકાર બનાવવા માટે બહુમતનો જરુરી આંકડો 145 નો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો પ્રાપ્ત થઈ છે. ભાજપ અને શિવસેના ચૂંટણી પહેલા સાથે હતા અને આવામાં બંન્ને પાસે બહુમતનો આંકડો હતો. જો કે ગઠબંધન તૂટી ગયું અને ભાજપને સરકાર બનાવવા માટે હવે 40 સીટોની જરુર પડી.
તાજેતરના ઘટનાક્રમ બાદ માનવામાં આવી રહ્યું છે કે એનસીપીથી અલગ રસ્તો પકડીને ભાજપ સાથે સરકારમાં જોડાવા માટે અજિત પવાર પાસે આ જરુરી સંખ્યા છે. શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજિતનો પોતાનો પર્સનલ નિર્ણય હતો. આનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે એનસીપીના તમામ 54 ધારાસભ્યોનો સાથ ભાજપને નથી મળ્યો. રાજનૈતિક સૂત્રોનું માનીએ તો અજિત સાથે એનસીપીના 35 ધારાસભ્યો છે. આ સીવાય આશરે 13 અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો ભાજપે પહેલા જ કર્યો હતો.
એનસીપી પાસે કુલ 54 ધારાસભ્યો છે. પક્ષ બદલવાના કાયદાના પ્રાવધાન અંતર્ગત અલગ જૂથને માન્યતા પ્રાપ્ત કરવા માટે બે તૃતિયાંશ ધારાસભ્યોના સમર્થનનની જરુર હોય છે. આ રીતે અજિત પવારને 36 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. જો અજિત 36 અથવા આનાથી વધારે ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરી લે છે, તો તેમને નવી પાર્ટી બનાવવામાં કોઈ મુશ્કેલીઓ નહી પડે પરંતુ જો આવું ન થઈ શકે તો બાગી ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઈ શકે છે.
કોની પાસે કેટલી બેઠકો
પાર્ટી સીટ ભાજપ 105 શિવસેના 56 કોંગ્રેસ 44 એનસીપી 54 AIMIM 2 બહુજન વિકાસ આઘાડી 3 સીપીઆઈ 1 અપક્ષ 13 જન સુરાજ્ય શક્તિ 1 ક્રાંતિકારી શેતકારી પાર્ટી 1 મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 1 PWPI 1 પ્રાહર જનશક્તિ પાર્ટી 2 રાષ્ટ્રીય સમાજ પક્ષ 1 સમાજવાદી પાર્ટી 2 સ્વાભિમાની પક્ષ 1 કુલ 288 |
એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, મને ખબર નથી કે શું અજિત પવાર આ તપાસ એજન્સિઓના ડરથી કરી રહ્યા છે. મારા સૂત્રો અનુસાર રાજભવનમાં 10-11 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 3 અહીંયા પહોંચી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો કે તેમની પાસે નંબર્સ છે અને સરકાર તેઓ જ બનાવશે.તેમણે કહ્યું કે અજિત પવાર પર કાર્યવાહી મામલે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે આરોપ પણ લગાવ્યો કે પાર્ટી ધારાસભ્ય દળના નેતાની પસંદગી દરમિયાન ધારાસભ્યોના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા અને હસ્તાક્ષર વાળી ચીઠ્ઠીને જ રાજભવનમાં આપવામાં આવી હશે.
જો કે ભાજપના નેતા ગિરીશ મહાજને દાવો કર્યો છે કે એનસીપીના તમામ ધારાસભ્યોનું સમર્થન ભાજપને મળ્યું છે. મહાજને કહ્યું કે, અમે 170 ઉપર ધારાસભ્યો સાથે પોતાનો બહુમત સાબિત કરીશું. અજિત પવારે રાજ્યપાલને પોતાના ધારાસભ્યોનું સમર્થન આપ્યું છે અને તેઓ એનસીપીના ધારાસભ્ય દળના નેતા છે. આનો અર્થ એ છે કે તમામ એનસીપીના ધારાસભ્યોએ અમારું સમર્થન કર્યું છે. મહાજને દાવો પણ કર્યો કે શિવસેનાના કેટલાક ધારાસભ્યો એટલા ખીજાયા છે કે તેઓ પણ ભાજપ સાથે આવી શકે છે.