રાતના અંધારામાં પાપ થયું, જેલ જવાથી બચવાનો જુગાડઃ શિવસેના

મુંબઈઃ શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપે જે રીતે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે શોભા નથી દેતું. હું માનતો હતો કે આ રાજ્યના રાજ્યપાલ એક એવા વ્યક્તિ છે જે સંસ્કારી છે. આરએસએસથી આવ્યાં છે અને કાનૂનનું પાલન કરશે. પરંતુ અંધારામાં વ્યભિચાર થાય છે, પાપ થાય છે.આ ખોટું છે.

આજે સવારે મહારાષ્ટ્ર રાજનીતિમાં ઐતિહાસિક ઉલટફેર થયો. શિવસેના, શરદ પવાર અને કોંગ્રેસને તગડો ઝટકો લાગ્યો છે. એનસીપી નેચા જીત પવારે ભાજપને સમર્થન આપીને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાં છે. તો ભાજપે એકવાર ફરી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનાવી છે. સવાર સુધી સરકાર બનાવવામાં અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની કોશિશમાં લાગેલી શિવસેના તરફથી પણ પહેલી પ્રતિક્રિયા સામે આવી હતી. પાર્ટી નેતા સંજય રાઉતે અજીત પવારને નિશાને લીધાં હતાં.

સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અજીત પવારે જે દગો દીધો અને પીઠમાં ખંજર માર્યું છે. તેનો શરદજી સાથે કોઇ સંબંધ નથી. એ જીવનભર તડપશે અને કદી શિવાજી મહારાજનું નામ લેશે તો જનતા તેમને માફ નહીં કરે. અડધી રાતે ધાડ પાડવામાં આવી છે. આ મહાશય ગત રાત સુધીમાં બેઠકમાં સાથે હતાં. તે બેઠકમાંથી અચાનક ગાયબ થયાં. નજરથી નજર મેળવીને વાત નહોતાં બોલી શકતાં. તેમને જોઇને શક થયો હતો. તે પાપ કરવાવાળી વ્યક્તિની જેમ ઝૂકેલી નજરોથી વાતચીત કરી રહ્યાં હતાં.

રાઉતે આ દરમિયાન ભાજપ પર પણ બગડ્યાં હતાં. તેમણે કહ્યું કે ભાજપે જે રીતે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો એ શોભા નથી દેતું. . હું માનતો હતો કે આ રાજ્યના રાજ્યપાલ એક એવા વ્યક્તિ છે જે સંસ્કારી છે. આરએસએસથી આવ્યાં છે અને કાનૂનનું પાલન કરશે. પરંતુ અંધારામાં વ્યભિચાર થાય છે, પાપ થાય છે.આ ખોટું છે. આ છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રની બદનામી છે.