જેએનયુનું પત્યું નથી ત્યાં હવે એઇમ્સમાં પણ ફી વધારવાની તૈયારી

નવી દિલ્હીઃ  કેન્દ્ર સરકાર એઇમ્સની ફી વધારવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એઇમ્સને વિદ્યાર્થીઓની ટ્યૂશન ફીની સમીક્ષા કરવા જણાવ્યું છે. તેના સાથે જ એઇમ્સના તમામ છ સંસ્થાનને યુનિફોર્મ પેશન્ટ યુઝર્સ ચાર્જિસ નક્કી કરવા પણ જણાવ્યું છે.

સંસ્થાનને એક મોડેલ રેટ ચાર્ટ તૈયાર કરવાની જવાબદારી પણ સોંપાઈ છે જેને દેશની તમામ એઇમ્સમાં લાગુ પાડવામાં આવી શકે છે. છ એઇમ્સની સીઆઈહી-સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યૂટવોડીને અપાયેલાં એક આદેશમાં ટ્યૂશન ચાર્જ અને યુઝર્સ ચાર્જની સમીક્ષાનું સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્રના બધાં એચઓડી અને પ્રમુખોને 25 નવેમ્બર સુધી વિવરણ પ્રસ્તુત કરવા જણાવાયું છે.

જોકે એઇમ્સના ડીને જણાવ્યાં પ્રમાણે તેમણે આદેશ જોયો નથી પરંતુ આ એક આંતરિક સમીક્ષા છે માટે બધાં પ્રમુખોને વિવરણ આપવા કહેવાયું છે. કેટલાક કેન્દ્રમાં યુઝર્સ ચાર્જ પહેલાથી જ લાગુ છે. પ્રશાસન પોતાના બધાં વિભાગ, સેકશન્સ, વિંગ્ઝ અને ફેસેલિટીને એક વિશેષ પ્રારુપમાં લગાવાયેલાં ચાર્જનું વિવવરણ આપવા માટે કહેવાયું છે.જે સેવાઓના વિવરણ, હાલના ચાર્જ અને ઉપયોગકર્તાઓના શુલ્કની વર્તમાન ચાર્જીસથી ઓછા કરવાના કારણોનું વિવરણ આપે છે.

એક કાર્યાલય જ્ઞાપનમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારે-નાણાં અને સ્વાસ્થ્ય મંત્રાલય- એઇમ્સના બધાં ચાર્જ અને યુઝર્સ ચાર્જની સમીક્ષા કરવી આવશ્યક છે. માલુમ થાય કે એઇમ્સને હાલમાં યુઝર્સ ચાર્જમાંથી 101 કરોજ રુપિયાની આવક થાય છે. અધિકારીઓ અનુસાર 1996થી  યુઝર્સ ચાર્જમાં ફેરફાર કરાયો નથી. 2017માં હોસ્પિટલમાં યુઝર્સ ચાર્જેસની સમીક્ષા કરવા માટે ગઠિત થયેલી એક આંતરિક સમિતિએ એવા ટેસ્ટ અને અન્ય પ્રોસીજર માટે નાણાં વસૂલવાની સિફારિસ કરી હતી જેનું મૂલ્ય 500 રુપિયાથી ઓછું હતું. તેમાં સૂચન કરાયું હતું કે નુકસાનની ભરપાઈ માટે એઇમ્સના પ્રાઈવેટ વોર્ડના ચાર્જમાં વધારો કરવામાં આવે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]