નાગરિકતા બિલ પસાર થવાથી સૌથી વધુ ખુશી બંગાળ ભાજપમાં છે

કોલકાત્તા: સંસદના બન્ને ગૃહમાં પાસ થઇ ચૂકેલા બહુચર્ચિત નાગરિકતા સંશોધન બિલ 2019માં ભારતીય નાગરિકતા મેળવવાની વાટ જોઈ રહેલા યોગ્ય શરણર્થીઓની ભારતમાં નિવાસની ન્યૂનતમ સમય મર્યાદા ઘટાડીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં પ્રવેશ કરનારા એવા શરણાર્થીઓએ નાગરિકતા મેળવવાની અરજી કરવા માટે રાહ નહીં જોવી પડે. આ કાયદાની અસર બંગાળની રાજનીતિ પર ચોક્કસ પડશે એટલા માટે આ નિર્ણયથી બંગાળ બીજેપી પણ ખુશ મિજાજમાં છે.

આ બિલ રાજ્યસભામાં પાસ થવાની સાથે જ પાંચ વર્ષ પહેલા ભારતમાં આવેલા હિન્દુ,શીખ,ઈસાઈ, બોદ્ધ, જૈન અને પારસી શરણાર્થીઓની નાગરિકતા મેળવવાની આશ પૂર્ણ થઈ જશે.

વર્ષ 2016માં મૂળ નાગરિકતા બિલમાં પ્રસ્તાવિત હતું કે, ભારતમાં ઓછામાં ઓછા છ વર્ષથી રહેતા હોય તેવા શરણાર્થીઓની નાગરિકતાના આવેદન પર વિચાર કરવામાં આવશે. એ સ્થિતિમાં આવેદન કરવાની તારીખ ડિસેમ્બર 2020 હોત. મતલબ કે, 31 ડિસેમ્બર 2014ના કટ ઓફથી છ વર્ષ પછીની તારીખ, જેનો બિલમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. એ હિસાબે શરણાર્થીઓએ એક વર્ષ હજુ રાહ જોવી પડત.

31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા શરણાર્થીઓને લાભ

નવા કાયદામાં 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા શરણાર્થીઓને તેમની ન્યૂનતમ અવધિ પૂર્ણ થવામાં ત્રણ સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. બિલને રાજ્યસભામાં પાસ થઈને રાષ્ટ્રપતિની મંજૂરી મળવામાં અંદાજે ત્રણ સપ્તાહથી વધુ સમય લાગશે.

 

બંગાળ બીજેપી નેતા ખુશ

બંગાળ બીજેપી અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષનું કહે છે કે, લોકસભામાં બિલ પાસ થવાથી ખુબજ ખુશ છું. મમતા બેનર્જીએ શરણાર્થીઓના વોટ મેળવી દીધા પણ તેમને નાગરિકતા આપવા પર કદી વિચાર ન કર્યો. ઘોષે જણાવ્યું કે, રાજ્ય બીજેપીએ ઓક્ટોબરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે શરણાર્થીઓ માટે વેઈટિંગ પીરિયડ ઘટાડવાની વાત કરી હતી જેથી તેમની વચ્ચે કોઈ શંકા ને સ્થાન ન રહે.