નવા આર્મી ચીફ માટે વડાપ્રધાનને મોકલવામાં આવ્યા ત્રણ નામ

નવી દિલ્હી: સરકાર ટૂંક સમયમાં જ નવા સેના પ્રમુખના નામની જાહેરાત કરશે. કારણ કે વર્તમાન આર્મી ચીફ બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. નવા સેના પ્રમુખ માટે ત્રણ વ્યક્તિઓના નામનું લિસ્ટ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યું છે.

બિપિન રાવતની નિવૃતિના બે સપ્તાહ પહેલા નવા આર્મી ચીફની જાહેરાત કરી દેવામાં આવશે. COAS પદ માટે જે ત્રણ અધિકારીઓના નામ વડાપ્રધાનને મોકલવામાં આવ્યા છે તેમાં ઉપ પ્રમુખ, લેફ્ટનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવને, ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ રણબીર સિંહ અને દક્ષિણી સેનાના કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ સતિંદર કુમાર સૈની નો સમાવેશ થાય છે.

જનરલ મનોજ મુકુંદ નરવને વિશે 

સપ્ટેમ્બર માં ઉપ-પ્રમુખ બન્યા પહેલા જનરલ મનોજ મુકુંદ નરવને પૂર્વી કમાન અને સેના પ્રશિક્ષણ કમાન (ARTRAC)નું નેતૃત્વ કરી ચૂક્યા છે. લેફ્ટનેન્ટ જનરલ નરવને અન્ય બે ઉમેદવારો કરતા વરિષ્ઠ છે આ પદ માટે તેનું નામ સૌથી આગળ છે. તેમની પાસે કશ્મીર અને ઉત્તર પૂર્વ બંન્નેમાં આતંકવાદ વિરોધ અભિયાનોનો વ્યાપક અનુભવ છે.