ઈન્ડિયા ગેટ ખાતે નેતાજીની ભવ્ય પ્રતિમા મૂકાશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવશે. નેતાજી પ્રત્યે દેશના ઋણના પ્રતીક રૂપે આ પ્રતિમા મૂકવામાં આવનાર છે, એમ મોદીએ ટ્વીટમાં વધુમાં લખ્યું છે.

મોદીએ જણાવ્યું છે કે નેતાજીની પ્રતિમા ગ્રેનાઈટની બનાવેલી છે. આ પ્રતિમાનું નિર્માણકાર્ય પૂરું થઈ ગયું છે. તે એક હોલોગ્રામ પ્રતિમા હશે.

હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન મોદી 23 જાન્યુઆરીએ કરશે. એ દિવસ આઝાદ હિંદ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મતિથિનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]