દિલ્હી દારૂ કૌભાંડમાં રાઘવ ચઢ્ઢા, સંજય સિંહના નામનો ઉલ્લેખ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પાર્ટી સામે મુસીબતો બેટેલિયનમાં આવી છે. હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ દિલ્હીની શરાબ નીતિના મામલામાં સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં સામેલ છે. આ ઉપરાંત આપના નેતા સંજય સિંહનું નામ પણ છે, જોકે એ આરોપી તરીકે કે સાક્ષી તરીકે નથી આવ્યા. આ ચાર્જશીટમાં કેજરીવાલ, ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા જેવી પાર્ટીના અન્ય નેતાઓનાં નામ છે.મનીષ સિસોદિયાના ઘરે થયેલી બેઠકમાં સાક્ષીનાં નિવેદનોમાં રાઘવ ચઢ્ઢાનો ઉલ્લેખ છે.આપ નેતાએ કહ્યું કે જે સમાચાર ચાલી રહ્યા છે એ ખોટા છે અને મનઘડંત છે. હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે મારું નામ EDની કોઈ ફરિયાદમાં ના તો આરોપી કે ના સંદિગ્ધ કે સાક્ષી તરીકે છે. EDની ચાર્જશીટમાં મારુ નામ સાક્ષી કે આરોપી તરીકે નથી, પણ સવારથી મારું નામ ચલાવવામાં આવી રહ્યું છે, જે તથ્યાત્મક રીતે ખોટું છે. ના હું આરોપી- મારો પક્ષ જાણ્યા વગર આવા ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે. એની પાછળ રાજકારણ છે.

ચઢ્ઢાએ વધુમાં કહ્યું હતું કે હું કોઈ એવી બેઠકના સંબંધેમાં કોઈ પણ પ્રકારે સામેલ નહોતો. હું મિડિયાને વિનંતી કરું છું કે કોઈ ખોટું રિપોર્ટિંગ ના કરે અને આ મુદ્દે સ્પષ્ટતા કરે, નહીં તો મને કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે.