શેલ્ટર હોમ કેસઃ સીએમ નિતીશકુમાર વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ

મુઝફ્ફરપુરઃ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ઝાટકો લાગ્યો છે. કોર્ટે કુમાર વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. પોક્સોની એક વિશેષ કોર્ટે એક આરોપી અશ્વિની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો. અશ્વિની એક ડોક્ટર છે જે કથિત રીતે યૌન દુર્વ્યવહાર કરતાં પહેલાં બાળકીઓને નશીલી દવાઓ આપતો હતો.

અશ્વિનીએ પોતાની એક અરજીમાં આરોપ લગાવ્યો કે સીબીઆઈ તમાસમાં એ તથ્યોને છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે જે મુઝફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્ર સિંહ, વરિષ્ઠ આઈએએસ અધિકારી અતુલ કુમાર સિંહ, મુઝફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્ર સિંહ, વરિષ્ઠ આઈએએસ અધિકારી અતુલ કુમાર સિંહ, મુઝફ્ફરપુરના પૂર્વ ડિવીઝનલ આયુક્ત અને વર્તમાન પ્રધાન સચિવ, સમાડ કલ્યાણ વિભાગ અને મુખ્યપ્રધાન નીતીશ કુમારની ભૂમિકાઓની તપાસ કર્યા બાદ સામે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સે રાજ્યની નીતિશ સરકારને મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં રહેતી બાળકીઓ સાથે જોડાયેલો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સમાજ કલ્યાણ વિભાગના મુઝફ્ફરપુર બાલીકા આશ્રય ગૃહમાં બાળકીઓ સાથે યૌન શોષણ થઈ રહ્યું છે. ત્યારબાદ અહીંયાની બાળકીઓની મેડિકલ તપાસ બાદ 34 બાળકીઓ સાથે રેપની પુષ્ટી થઈ હતી.

મામલાએ રાજકીય રંગ પકડ્યો ત્યારબાદ સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા. મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો. આ મામલે ઉચ્ચ ન્યાયાલય ઘણા મોકા પર સરકારને આડેહાથ લઈ ચૂકી છે.

સીબીઆઈએ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરની ધકપકડ કરવામાં આવી હતી, આ મામલે સામાજિક કલ્યાણપ્રધાન રહેલા મંજૂ વર્મા પર પણ સવાલ ઉઠ્યાં. નિતીશકુમારે મંજૂ વર્માને પદ પરથી હટાવી દીધા. આરોપ છે કે મંત્રી રહી ચૂકેલી વર્માના પતી ચંદ્રશેખર વર્માના વ્રજેશ સાથે ઘનિષ્ઠ સંબંધો છે. જો કે વિપક્ષી પાર્ટીઓએ નીતિશ કુમાર પર પણ લાપરવાહીના આરોપ લગાવ્યા.