ભારતને આ પાંચ વસ્તુ વેચીને અબજો કમાતું હતું પાકિસ્તાન, હવે બનશે કંગાળ…

નવી દિલ્હીઃ પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આની સીધી જ અસર કંગાલીની કગાર પર ઉભેલા પાકિસ્તાન પર પડશે. હકીકતમાં પાકિસ્તાન ભારતમાં એક્સપોર્ટ કરીને અબજો રુપિયાની કમાણી કરે છે. તો ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ આપ્યો હતો જેના કારણે પાકિસ્તાનને ડ્યૂટીમાંથી છૂટ મળતી હતી. જો ક ભારતે હવે આ દરજ્જો પાછો લીધો છે. ત્યારે આવો આપણે એવી પાંચ વસ્તુઓ વિશે વાત કરીએ જેને પાકિસ્તાન ભારતને એક્સપોર્ટ કરીને ખાસ્સા પૈસા કમાઈ લે છે.

  •  મિનરલ ફ્યૂલ્સ, મિનરલ ઓઈલ્સ અને તેનાથી બનતી પ્રોડક્ટ

નાણાકિય વર્ષ 2018-19માં એપ્રિલ-નવેમ્બરના સમયગાળા દરમિયાન 785 કરોડ રુપિયાની આ વસ્તુઓને પાકિસ્તાને ભારતમાં એક્સપોર્ટ કરી હતી જે એક વર્ષ પહેલાની સમાન અવધિની તુલનામાં લગભગ બે ગણાથી વધારે છે. તો નાણાકિય વર્ષ 2017-18માં આ આંકડો 535 કરોડ રુપિયા રહ્યો હતો.

  • ઈડિબલ ફ્રૂટ એન્ડ નટ્સ

ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બરના સમયગાળા દરમિયાન 560 કરોડ રુપિયાની આ વસ્તુઓને પાકિસ્તાને ભારતમાં એક્સપોર્ટ કરી હતી જે એક વર્ષ પહેલાની સમાન અવધિની તુલનામાં આશરે 15 ટકા વધારે છે. તો નાણાકિય વર્ષ 2017-18 દરમિયાન આ આંકડો 727 કરોડ રુપિયા રહ્યો હતો.

  • મીઠુ, સલ્ફર, પત્થર, પ્લાસ્ટરિંગ મટિરિયલ, ચૂનો અને સીમેન્ટ

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બરના સમયગાળા દરમિયાન 477 કરોડ રુપિયાની આ વસ્તુઓ પાકિસ્તાનથી ભારતને એક્સપોર્ટ કરવામાં આવી જે એક વર્ષ પહેલાની સમાન અવધીની તુલનામાં 5 ટકા વધારે છે. તો નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન 678 કરોડ રુપિયાની આ વસ્તુઓને એક્સપોર્ટ કરવામાં આવી.

  •  અયસ્ક, સ્લૈગ અને એશ

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ નવેમ્બરના સમયગાળા દરમિયાન 101 રુપિયાની આ વસ્તુઓને પાકિસ્તાનથી ભારત એક્સપોર્ટ કરવામાં આવી જે એક વર્ષ પહેલાની સમાન અવધીની તુલનામાં આશરે 5 ટકા વધારે છે. તો નાણાકિય વર્ષ 2017-18 દરમિયાન આ આંકડો 144 કરોડ રહ્યો.

  • કોટન

ચાલુ નાણાકિય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન 77 કરોડ રુપિયાનું કોટન પાકિસ્તાને ભારતમાં એક્સપોર્ટ કર્યું છે જે એક વર્ષ પહેલાની સમાન અવધીની તુલનામાં 70 ટકા વધારે છે. તો નાણાકિય વર્ષ 2017-18 દરમિયાન આ આંકડો 70 કરોડ રુપિયા રહ્યો હતો.

પાકિસ્તાનની વર્તમાન સ્થિતી જોવા જઈએ તો પાકિસ્તાન અત્યારે કંગાળ બની ગયું છે. તેનો વિદેશી મુદ્રા ભંડાર પૂર્ણ થવાના આરે છે. એટલા માટે પાકિસ્તાનને ચીન અને સાઉદી અરબ જેવા પોતાના મિત્રો પાસે હાથ લંબાવવા મજબૂર બનવું પડ્યું છે. તો આ સિવાય આઈએમએફ પણ તેને મદદ કરવા માટે કડક શરતો લગાવી રહ્યું છે. જો કે પુલવામા એટેક પહેલા સુધી તેને ભારત પાસેથી સારી કમાણી થતી હતી. પરંતુ હવે તો પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]