મુકેશ અંબાણીને ધમકીઃ દહિસરમાંથી શખ્સની અટકાયત

મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી તથા એમના પરિવારને ધમકી આપવા બદલ પોલીસે દહિસર ઉપનગરમાંથી એક શખ્સને અટકમાં લીધો છે.

અખબારી અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, પકડાયેલા શખ્સનું નામ અફઝલ છે. એણે આજે સવારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના એક લેન્ડલાઈન નંબર પર અજાણ્યા નંબર પરથી ચાર વખત ફોન કર્યો હતો. એ ફોન કોલ્સ વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તરત જ એમાં તપાસ શરૂ કરી હતી. કોલ કરનારે મુકેશ અંબાણીનું નામ દઈને ધમકી આપી હતી. પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર નોંધી હતી. શકમંદને બાદમાં દહિસર ઉપનગરમાંથી ઝડપવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એવું માલૂમ પડ્યું છે કે કોલ કરનારો માનસિક રીતે અસ્થિર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]