બોલીવુડ ફિલ્મનિર્માણ કંપનીઓ પર આવકવેરા વિભાગ દ્વારા ઝડતીની કાર્યવાહી

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલી વ્યક્તિઓના નિવાસ અને ઓફિસો પર આવકવેરા વિભાગે ઝડતીની કાર્યવાહી હાથ ધરી છે.

આ લોકોએ પ્રોડક્શન કંપનીઓ માટે કરચોરી અને ગેરરીતિઓ અપનાવી હોવાની શંકા જતાં આવકવેરા વિભાગે એમને ત્યાં દરોડા પાડ્યા છે. જુદી જુદી કંપનીઓના ઓછામાં ઓછા બે જણ સામે આવકવેરા વિભાગે તપાસ આદરી છે. આવકવેરા વિભાગે આ મામલે વધારે વિગત કે દસ્તાવેજો આપવાની ના પાડી છે.