MUDA જમીન કૌભાંડઃ ગવર્નરના ઓર્ડર પર સ્ટે આપવાનો HCનો ઇનકાર

બેંગલુરુઃ હાઇકોર્ટે કર્ણાટકના CM સિદ્ધારમૈયાની MUDA લેન્ડ સ્કેમમાં કેસ ચલાવવાના ગર્વનરના નિર્ણયને રદ કરવાની સંબંધિત અરજી રદ થઈ ગઈ છે. હાઇકોર્ટમાં જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ જજ સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે તપાસ જરૂરી છે અને રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આ કેસમાં હાઇકોર્ટે 12 સપ્ટેમ્બરે કેસની સુનાવણી પૂરી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અરજીમાં દર્શાવવામાં આવેલાં તથ્યોની તપાસ કરવાની જરૂર છે, એમ કહેતાં હાઇકોર્ટે અરજી ફગાવી દીધી છે. આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે કેસ ચલાવવાની મંજૂરી આપવા માટે રાજ્યપાલ સક્ષમ છે.વાસ્તવમાં આ કેસ જમીનના એક ટુકડાનો છે, જેનું માપ 3.14 એકર છે. જે સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીને નામે છે. ભાજપ આ કેસમાં CM અને તેમની સરકાર પર સતત હુમલા કરી રહ્યો છે અને CM સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે અને તેમના રાજીનામાની માગ કરી રહ્યો છે. આ કેસમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, સિદ્ધારમૈયાની વિરુદ્ધ મંજૂરી આપી ચૂક્યા છે.

બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપેને ફગાવતા આવ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જણાવ્યો હતો. ત્યાર બાદ તેમણે રાજ્યપાલના નિર્ણયને કાયદા પડકારતા કોર્ટમાં ધા નાખી હતી. CMએ કહ્યું હતું કેરાજ્યપાલ સરકારને સાંખી નથી શકતા અને હટાવવાની પ્રયાસ કરી રહ્યા છે.

શું છે MUDA કૌભાંડ?

વિપક્ષનો આરોપ છે કે CMની પત્નીને વળતર આપવા માટે મોંઘા વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી હતી. આરોપોનો જવાબ આપતાં CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ ફાળવણી 2021માં ભાજપના કાર્યકાળ દરમિયાન જ કરવામાં આવી હતી. MUDA એ કર્ણાટકની રાજ્ય સ્તરીય વિકાસ એજન્સી છે, જેની રચના મે, 1988માં થઈ હતી. MUDAનું કાર્ય શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું, ગુણવત્તાયુક્ત શહેરી માળખાકીય સુવિધા પૂરી પાડવાનું, પોસાય તેવા આવાસ પૂરા પાડવા, આવાસનું નિર્માણ વગેરે કરવાનું છે.