મોહન યાદવ થશે મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ફરી એકવાર રાજકારણમાં રસ લેનારા લોકોને ચોંકાવ્યા છે. મોહન યાદવ મધ્યપ્રદેશ નવા મુખ્ય મંત્રી બનશે. ખુદ શિવરાજ સિંહ ચૌહાણે તેમને વિધાનસભ્યોના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

 તેઓ શિવરાજ સિંહ સરકારમાં શિક્ષણપ્રધાન હતા. ભાજપ વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બે નાયબ મુખ્ય મંત્રી રાજે તેઓ દક્ષિણ સીટથી ચૂંટાઈ આવ્યા છે. તેમને RSSની પસંદ પણ માનવામાં આવે છે. ઉજ્જૈન જિલ્લાથી ત્રણ વાર વિધાનસભ્ય છે અને તેઓ 58 વર્ષના છે.તેમની સાથે અન્ય બે ડેપ્યુટી મુખ્ય પ્રધાનો રાજ્ન્દ્ર  શુક્લા અને જગદીશ દેવરા પણ હશે. વિધાનસભા પક્ષની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પક્ષના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના વડા કે. લક્ષ્મણ અને સેક્રેટરી આશા લાકરા પણ હાજર હતા.

તેમણે એલએલબી, MBA અને પીએચ. ડી કર્યું છે.  વર્ષ 2011થી 2013ની વચ્ચે તેઓ રાજ્યમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. 17 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 230 સભ્યોની વિધાનસભામાં ભાજપે 163 બેઠકો જીતીને મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી.

ભાજપે ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે કોઈને બતાવવામાં આવ્યો ન હતો. મધ્યપ્રદેશમાં ભાજપ બે દાયકામાં પાંચમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ પહેલા તે 2003, 2008, 2013 અને 2020માં રાજ્યમાં સત્તામાં આવી હતી.

સીએમ મોહન યાદવે કહ્યું કે હું પાર્ટીનો નાનો કાર્યકર છું. હું આપ સૌનો, રાજ્ય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનું છું. તમારા પ્રેમ અને સમર્થનથી હું મારી જવાબદારીઓ નિભાવવાનો પ્રયત્ન કરીશ.