નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળાને જોતા મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને ગ્રાન્ટ માટેની માગણીને પસાર કરવા માટે ગિલોટિનનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારો પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ પારિત કરાવવાનું છે. 16 માર્ચના રોજ લોકસભામાં ગિલોટિન થશે. આ પ્રકારે રાજ્યસભા માટે 14 દિવસ વધારે મળી જશે. આ વચ્ચે સરકારને બે અધ્યાદેશ પણ પસાર કરાવવાના છે. સરકારનો દાવો છે કે આવું પહેલીવાર નથી થયું. યૂપીએ-2 ના સમયમાં હોબાળા વચ્ચે 18 બિલ પારિત કરાવવામાં આવ્યા હતા. સરકારે દિલ્હી હિંસા પર બુધવારના રોજ લોકસભા અને ગુરુવારના રોજ રાજ્યસભામાં ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. સોમાર અને મંગળવારના રોજ હોળીના કારણે સંસદમાં રજા છે.
જૂના સમયમાં યૂરોપીય દેશોમાં એક ગિલોટિનનું એક પ્રકારનું યંત્ર હતું કે જેનો ઉપયોગ મૃત્યુંની સજામાં થાય છે. પરંતુ સંસદમાં આ શબ્દ અલગ-અલગ અર્થોમાં ઉપયોગ થવા લાગ્યો છે. ભારતીય સંવિધાનમાં બજેટ સત્રમાં મંત્રાલયોની માંગોને ચર્ચા વગર પારિત કરાવવાની પ્રક્રિયાને ગિલોટિન કહેવામાં આવે છે. તો સામાન્ય પ્રક્રિયા છે કે મંત્રાલયોની અનુદાનની માંગો પર ચર્ચા થાય છે અને બાદમાં સદન આને સંશોધન અથવા તેના વિના પારિત કરી દે છે. પરંતુ ભારતમાં ઘણા મંત્રાલય છે, તમામ ચર્ચા થવી શક્ય નથી એટલા માટે જે માંગો પર ચર્ચા નથી થઈ શકતી તેના પર મતદાન કરાવીને પાસ કરી દિધા છે જેને ગિલોટિન કહેવામાં આવે છે.
કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોએ કહ્યું કે, જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ માંગી લે, ત્યારે પણ સસ્પેન્શન પાછું નહી લેવાય. તો કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા માટે વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિ સદસ્યતા ખતમ કરવા પર વિચાર કરી શકે છે.