દિલ્હીમાં ઈઝરાયલી-દૂતાવાસની બહાર વિસ્ફોટઃ અમુક કારોને નુકસાન

નવી દિલ્હીઃ અત્રે એ.પી.જે. અબ્દુલ કલામ રોડ પર આવેલી ઈઝરાયલ દૂતાવાસની બહાર આજે સાંજે લગભગ 5.15 વાગ્યે એક વિસ્ફોટ થયો હતો. તે મામુલી પ્રકારનો હતો, કોઈને ઈજા નથી થઈ, પરંતુ એને કારણે આસપાસની અમુક કારના વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું.

ધડાકાની ખબર મળતાં જ સિનિયર પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. તરત જ તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ધડાકો એક ફૂટપાથ પાસે થયો હતો. આ સ્થળથી અમુક જ કિલોમીટર દૂર બીટિંગ રીટ્રીટ કાર્યક્રમ ચાલુ હતો જ્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંરક્ષણ દળોની ત્રણેય પાંખના વડા હાજર હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]