નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ CM મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. CBI પછી હવે EDએ કોર્ટ પાસે તેમની 10 દિવસોની રિમાન્ડ માગી છે. કોર્ટમાં તેમના વકીલ સિનિયર એડવોકેટ દયાન કૃષ્ણને EDની માગનો વિરોધ કર્યો છે. EDના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે સાઉથ ગ્રુપને લાભ પહોંચાડવા માટે નિષ્ણાત કમિટીની ભલામણોને નજરઅંદાજ કરવામાં આવી હતી. હોલસેલરને લાભ વધારવામાં આવ્યો હતો. એના માટે જૂની દારૂ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દારૂ નીતિ પર જનતાનો અભિપ્રાય લેવો એ માત્ર એક છેતરપિંડી હતી. નફાનું માર્જિન પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું.
સિસોદિયાએ એ વર્ષમાં 14 ફોન નષ્ટ કર્યા હતા, એવો કોર્ટમાં EDએ તેમના પર આરોપ કર્યો હતો. EDએ કોર્ટમાં એ પણ દાવો કર્યો હતો કે સિસોદિયાએ અન્ય લોકોને નામથી સિમકાર્ડ અને મોબાઇલ ફોન ખરીદ્યા હતા. EDએ કહ્યું હતું કે તેમના 14 ફોનમાંથી 12 ફોનની રિકવરી હતી બાકી છે. EDએ કહ્યું હતું કે તેમના 14 ફોનમાંથી 12 ફોનની રિકવરી હતી બાકી છે. તેમની જામીન અરજી સુનાવણી 21 માર્ચે થશે.
આ દરમ્યાન EDએ કોર્ટને વિજય નાયર અને કે કવિતા (BRS MLC)ની વચ્ચે થયેલી મીટિંગ વિશે પણ જણાવ્યું હતું. EDએ કહ્યું હતું કે આરોપી બુચિલાલ ગોરંટલાએ ખુલાસો કર્યો હતો કે સિસોદિયા અને કે કવિતાની વચ્ચે રાજકીય સાઠગાંઠ હતી. જે વિજય નાયરથી મળેલો હતો. બુચિલાલ કવિતાનો ભૂતપૂર્વ ઓડિટર છે અને હાલ જામીન પર છે.