એપલના ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન XS ઓગસ્ટ સુધીમાં સસ્તા ભાવે ભારતમાં મળતા થશે

મુંબઈ – એપલ દ્વારા ભારતમાં નિર્મિત આઈફોન XS અને કદાચ XR આવતા મહિનાથી ભારતમાં મળતા થઈ જશે એવો અહેવાલ છે.

એટલું જ નહીં, આ ફોનનું એસેમ્બલિંગ ભારતમાં જ થાય છે એટલે લેટેસ્ટ આવૃત્તિના આઈફોન્સ સસ્તા ભાવે મળશે. ભારતીય માર્કેટમાં હાલ જે આઈફોન્સ ઉપલબ્ધ છે એને માટે ભારતનાં લોકો ઊંચા ભાવ ચૂકવે છે.

ભારતમાં નિર્મિત આઈફોન્સ ભારતમાં વેચવા દેવા માટે અમુક આવશ્યક પરવાનગીઓ મેળવવાની બાકી હોવાથી તેનું વેચાણ ઓગસ્ટ સુધી લંબાઈ ગયું છે.

લેટેસ્ટ આવૃત્તિનાં આઈફોન ભારતમાં એસેમ્બલ કરાય છે એ ભારત સરકાર માટે મોટી સફળતા ગણાય છે, કારણ કે આગળ જતાં એપલ કંપની તેનાં ફોનનું સંપૂર્ણપણે ભારતમાં જ ઉત્પાદન કરશે એવી આશા છે.

ઈમ્પોર્ટ ડ્યૂટી વધી ગઈ છે તેથી ફોન આયાત કરવાનું મોંઘું થશે તેથી સ્થાનિક સ્તરે એનું ઉત્પાદન કરવાથી એ સસ્તા ભાવે મળી શકશે. એપલ કંપની તેની વધુ બ્રાન્ડને પણ ભારતમાં જ ઉત્પાદિત કરવા પ્રેરિત થશે.

અત્યંત મોંઘા ભાવના આઈફોનના ખરીદારો વધે એવી ધારણા છે, પરંતુ જોવાનું એ રહે છે કે એપલ ભારતમાં એસેમ્બલ કરાયેલા આઈફોન્સના ભાવ કેટલી હદે સસ્તા રાખે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]