આ મહિલાએ લતીફપુર ગામને બનાવ્યું યુપીનું પ્રથમ ડિજિટલ વિલેજ…

લખનઉઃ મલિહાબાદની લતીફપુર ગ્રામ પંચાયત ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરી રહી છે. આ અઘરા કામને પોતાની મંજીલ સુધી પહોંચાડ્યું છે, એન્જિનિયરિંગ કરી ચૂકેલી યુવા પ્રધાન શ્વેતા સિંહે. તેમણે પેપર વર્ક કર્યા વગર જ સ્માર્ટ વીલેજનું કામ કર્યું છે. તેમના આ પ્રયત્નને સરકારે પણ બિરદાવ્યો છે અને તેમનું લક્ષ્મીબાઈ એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યું છે.

ગામ અને ગ્રામજનોનું ભલુ કરવાની સાથે શ્વેતા યુવાનો માટે પણ એક પ્રેરણા બની ગઈ છે. ખાસકરીને એવા યુવાનો કે જે નોકરીની શોધમાં શહેરો તરફની આંધળી દોડમાં વ્યસ્ત છે. શ્વેતાએ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશની ડિગ્રી મેળવેલી છે. જે સમયે તેમણે આ કોર્સ કર્યો ત્યારે નોકરીઓની કોઈ કમી નહોતી. ઘણી જગ્યાએથી તેમને ઓફર પણ આવી હતી. પરિજનો અને મિત્રોએ પણ મોટા શહેરમાં જવાની અને ત્યાં સેટ થવાની સલાહ આપી હતી, પરંતુ શ્વેતા કંઈક અલગ જ કરવા માંગતી હતી.

આખરે તેમણે પોતાના ખેડુત પરિવાર અને ગામનું સ્થિતી બદલવાનું નક્કી કરી લીધું. ધીરે-ધીરે પ્રયત્નો શરુ કર્યા અને તેઓ વિકાસ સંબંધીત ભલામણો કરતા હતા. આ સાથે જ લોકોની મદદ પણ ખૂબ કરતા હતા. સમય જતા લોકો તેમની વાતોને ગંભીરતાથી લેવા લાગ્યા. વર્ષ 2008 માં તેમના લગ્ન થયા, પરંતુ તેમણે પોતાના લક્ષ્ય અને સ્વપ્ન સાથે સમજૂતી ન કરી. તેમની લગન જોઈને તેમના પતીએ તેમનો સાથ આપ્યો. વર્ષ 2015 ની ચૂંટણીમાં તેઓએ પ્રધાનની ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપ્લાવ્યું. શ્વેતાએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગામડામાં સક્રીયતા દાખવી. અને જ્યારે ગામના આગેવાન ચૂંટવાનો સમય આવ્યો તો શ્વેતા લોકોની પહેલી પસંદ બની. રેકોર્ડ મતોથી જીતીને તેઓ નાની ઉંમરના મહિલા પ્રધાન ગયા.