આ ગેમથી લોકોમાં ઓછું થઈ રહ્યું છે ડિપ્રેશનનું પ્રમાણ…

બેજિંગઃ ચીનમાં માહજોંગ ગેમ દ્વારા યુવાનો અને મીડલ એજના લોકોમાં ડિપ્રેશનનું જોખમ ઓછુ કરી શકાય છે તેવી વાત એક નવી શોધમાં સામે આવી છે.  Journal of Social Science and Medicine માં પ્રકાશિત એક અધ્યયનમાં સામે આવ્યું છે કે લોકપ્રિય ટાઈલ આધારિત ગેમ માહજોંગ ઘણા પ્રકારની સામાજિક ભાગીદારીમાંથી એક છે. આ ગેમને નિયમિત રુપે રમવાથી ડિપ્રેશનના દરમાં ઘટાડો આવે છે.

અધ્યયન સાથે જોડાયેલા જ્યોર્જિયા વિશ્વવિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર એડમ ચેનનું કહેવું છે કે આ ગેમથી માનસિક સ્વાસ્થ્ય સારું બની શકે છે. ખરાબ માનસિક સ્વાસ્થ્ય એ ચીનમાં એક સૌથી મોટી સમસ્યા છે. વૈશ્વિક સ્તર પર 17 ટકા ચીની લોકો માનસિક વિકારો સામે ઝઝુમી રહ્યા છે. રિસર્ચ ટીમે આ અધ્યયન માટે આશરે 11 હજાર ચીની નાગરિકો સાથે સંબંધિત સર્વેક્ષણના આંકડાઓનું વિશ્લેષણ કર્યું.

તેમણે ડિપ્રેશનના લક્ષણોને જોયા અને તેની તુલના સામાજિક ભાગીદારી સાથે કરી, જેમાં મીત્રો સાથે જવું, માહજોંગ ગેમ રમવી, એક રમત અથવા સામાજિક ક્લબમાં ભાગ લેવો અને સમાજની સેવાનો સમાવેશ કર્યો.

આ દરમિયાન તેમણે જાણ્યું કે વિભિન્ન પ્રકારની ગતિવિધિઓમાં ભાગ લેવો તે સારા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત છે. વિશેષ રુપથી શહેરી લોકો કે જેઓ એક લોકપ્રિય ગેમ માહજોંગ રમતા હતા, તેમનામાં ઉદાસી અનુભવવાની ક્ષમતા ઓછી મળી આવી. અને એટલે જ રિસર્ચ કરતા લોકોએ એ વાત માની કે આ ગેમથી માણસમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું થઈ શકે છે.