2021માં ખુલ્લું મુકાશે વિશ્વનું સૌથી મોટું યુનિવર્સલ સ્ટુડિયો થીમ પાર્ક

બેઇજિંગ: યુનિવર્સલ બેઇજિંગ રિસોર્ટ (Universal Beijing Resort) ની અધિકારીક વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવી છે કે, યુનિવર્સલ બેઇજિંગ રિસોર્ટ 2021માં સત્તાવાર રીતે ખુલ્લો મુકવામાં આવશે.

યુનિવર્સલ બેઇજિંગ રિસોર્ટ બેઇજિંગ શહેરના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે, જે કુલ 120 હેક્ટરમાં ફેલાયેલ છે. આ યુનિવર્સલ સ્ટૂડિયો વિશ્વનો પાંચમો અને એશિયાનો ત્રીજો યુનિવર્સલ સ્ટૂડિયો છે.

આ સ્ટૂડિયોનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા પર તે અમેરિકાના યૂનિવર્સલ સ્ટૂડિયોને પાછળ રાખીને વિશ્વનો સૌથી મોટું યુનિવર્સલ સ્ટૂડિયો થીમ પાર્ક બની જશે.

અત્યાર સુધીમાં મળતા અહેવાલો મુજબ બેઇજિંગ યુનિવર્સલ સ્ટૂડિયો થીમ પાર્કમાં હોલીવુડ, જુરાસિક પાર્ક, વોટર વર્લ્ડ, કુંગફૂ પાન્ડા, હેરી પોટરના સાત મેજિક વર્લ્ડ, ટ્રાન્સફોર્મર્સ, અને મિનિયન પાર્ક એમ કુલ સાત સ્થળ સામેલ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]