છન્નાપટનાઃ કર્ણાટકમાં એક આશ્ચર્યકારક ઘટનામાં એક મહિલાની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાં રૂ. 30 કરોડ જમા થતાં મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. બેન્ક સત્તાવાળાઓએ જોકે આ એકાઉન્ટ હોલ્ડ કરી દીધું છે અને પોલીસને આ બાબતની તપાસ કરવા કહ્યું છે.
રહેના બાનુ રાજ્યના છન્નાપટનાની બી. ડી. કોલોનીની રહેવાસી છે અને તેને સુખદ આંચકો લાગ્યો હતો, જયારે તેના એસબીઆઇના સેવિંગ એકાઉન્ટમાં રૂ. 30 કરોડનો વ્યવહાર થયો. આ ઘટના ત્યારે સામે આવી ત્યારે બેન્કના અધિકારીઓએ બાનુનો સંપર્ક સાધ્યો હતો અને તેને તેનું આધારકાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવા જણાવ્યું.
મારા બેન્ક ખાતામાં આ ફંડ ક્યાંથી આવ્યું તેની મને જાણ નથી, એમ બાનુએ છન્નાપટના પોલીસ સ્ટેશને જણાવ્યું હતું. આ પોલીસ ફરિયાદ નવ જાન્યુઆરી થઈ હતી. રહેના બાનુએ તેનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ બતાવતાં જણાવ્યું હતું કે તેના એકાઉન્ટ્સમાં ઝીરો પૈસા છે.
મેં થોડા દિવસ પહેલાં મેં ઓનલાઇન વેબસાઇટ પરથી સાડી ખરીદી હતી, ત્યારે મેં મારા બેન્ક એકાઉન્ટ્સની વિગતો આપી હતી. સામે પક્ષે બેન્કે જણાવ્યું હતું કે આ મહિલાના બેન્ક ખાતાનો દુરુપયોગ થયો છે. બેન્કના સત્તાવાળા બાનુના બેન્ક એકાઉન્ટને હોલ્ડ પર રાખ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે.