સિદ્ધારમૈયાના શપથગ્રહણમાં KCR, કેજરીવાલને આમંત્રણ નહીં

નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન પદની કોંગ્રેસમાં ખેંચતાણ પછી નાટક શાંત થયું છે. સિદ્ધારમૈયા 20 મેએ મુખ્ય પ્રદાનપદના શપથ લેશે. કર્ણટકમાં કોંગ્રેસે 135 સીટોની સાથે પ્રચંડ જીત હાંસલ કરી છે. 2023માં પાંચ રાજ્યોમાં વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં આ જીતે કોંગ્રેસ માટે સંજીવની તરીકે કામ કર્યું છે. આવામાં કોંગ્રેસે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશભરની તમામ પાર્ટીઓના નેતાઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસ કેન્દ્રમાં રહીને આ સમારોહને વિપક્ષનું શક્તિ પ્રદર્શન તરીકે આયોજન કરવા ઇચ્છે છે. જોકે કોંગ્રેસ તરફથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, તેલંગાણાના CM KCRને આમંત્રણ આપવામાં નથી આવ્યું. કોંગ્રેસ રાજકીય સમીકરણોને જોતાં આ પક્ષોથી અંતર રાખવાનો નિર્ણય કર્યો છે.

કર્ણાટકમાં કોંગ્રેસની દરેક જીતે ભાજપને સત્તામાંથી બેદખલ કરી છે. જેથી દેશમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં જુસ્સો આવ્યો છે. કોંગ્રેસની થિન્ક ટેન્કનું માનવું છે કે એ જીત 2024 લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓમાં ઊર્જા ભરવાનું કામ કરશે. કોંગ્રેસના સિદ્ધારમૈયાએ શપથ ગ્રહણને ભવ્ય બનાવીને વિપક્ષી એકતાનો પણ સંકેત આપવા ઇચ્છે છે.

કોંગ્રેસે કેજરીવાલને આમંત્રણ નહીં આપવાનું કારણો ઘણાંબધાં છે, જેમાં કોંગ્રેસને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલના શપથ ગ્રહણમાં આમંત્રણ નહોતું આપ્યું. બીજી કારણ આપ પાર્ટીએ દિલ્હીમાં 2020માં દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી. આ ઉપરાંત દિલ્હી સિવાય પંજાબમાં પણ કેજરીવાલની આપ પાર્ટીએ કોંગ્રેસને હરાવી હતી, જેમાં આપ પાર્ટીએ 92 સીટો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 18 સીટો પર સમેટાઈ હતા.