કેજરીવાલ સરકારે જલ બોર્ડમાં રૂ. 500 કરોડનું કૌભાંડ આચર્યું: ભાજપ

નવી દિલ્હીઃ ભાજપે દિલ્હીની કેજરીવાલ સરકાર પર જલ બોર્ડમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે પ્રવક્તાએ દાવો કર્યો છે કે  2022માં દિલ્હી જળ બોર્ડમાં કૌભાંડ કરીને અનેક દાવા કર્યા હતા. તેમણે મુખ્ય પ્રધાન કેજરીવાલ પર અનેક કૌભાંડો કરવાના આરોપ લગાવ્યા છે. ભાજપ સતત આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારને મુદ્દે ઘેરતી રહી છે.

ભાજપનો આરોપ છે કે 10 STP કોન્ટ્રેક્ટમાં રૂ. 400-500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ LGને પત્ર લખીને તપાસ કરાવવાની માગ કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દિલ્હી જલ બોર્ડમાં કૌભાંડ સામે આવ્યું છે. 10 STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ કેટેગરી હતી તેમાં અપગ્રેડેશન થવાનું હતું અને બીજીમાં અપગ્રેડેશન સાથે ઓગ્મેન્ટેશન (કેપેસિટી વધારવાનું) પણ હતું. 2022માં દિલ્હી જલ બોર્ડે તેનો રૂ. 1938 કરોડનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો, જ્યારે અંદાજિત કિંમત રૂ. 1500 કરોડ હતી. એનો અર્થ એ કે પોતે લગાવેલા અંદાજમાં 30 ટકા વધારો કરીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે 10 STPનું અપગ્રેડેશન અને ઓગમેન્ટેશન થવાનું હતું. એવો નિયમ છે કે ડીપીઆર બનાવવી જરૂરી છે. તો પહેલો સવાલ એ છે કે તમે કેટલા ડીપીઆર બનાવી? તમારે 10 બનાવવી જોઈતી હતી પરંતુ માત્ર બે જ બનાવી. બે ડીપીઆર જ્યાં અંદાજિત ખર્ચ વધારી દીધો અને તમામ 10 પર લાગુ કરી દેવામાં આવી. કેટેગરી બેમાં અપગ્રેડેશન અને ઓગમેન્ટેશન બંને થવાનું હતું. ભાજપે દાવો કર્યો કે નિયમ વિરુદ્ધ જઈને સિંગલ કોટોશન છતાં એસેટીમેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ એ કંપનીને આપવામાં આવ્યો જેનું કામ પહેલાથી જ સંતોષકારક નહોતું. ભાટિયાએ પૂછ્યું કે, અંતે તે કંપનીને જ કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો.