કર્ણાટકમાં આદેશઃ રાતે-10થી સવારે-6 સુધી લાઉડસ્પીકર બંધ

બેંગલુરુઃ ધાર્મિક સ્થળો ખાતે લાઉડસ્પીકરોના ઉપયોગ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરીને રાજ્યમાં દરરોજ રાતે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સરકારે એક સર્ક્યૂલરમાં કહ્યું છે કે નિયુક્ત અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવ્યા વગર કોઈને પણ લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. રાતે 10 વાગ્યાથી લઈને બીજે દિવસે સવારે 6 વાગ્યાની વચ્ચેના સમયમાં લાઉડસ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. માત્ર ઓડિટોરિયમ, કોન્ફરનન્સ રૂમ, કમ્યુનિટી હોલ અને બેન્ક્વિટ હોલ જેવા બંધ પરિસરોમાં સંચાર હેતુ માટે પરવાનગી અપાશે. રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષ (નિયમન અને નિયંત્રણ) કાયદા, 2000 અંતર્ગત આ સરકારી ઓર્ડર બહાર પાડ્યો છે.