જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ દેશના 47મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ આજે દેશના 47 માં મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ ગ્રહણ કરાવડાવ્યા. તેઓ 23 એપ્રિલ 2021ના રોજ સેવાનિવૃત્ત થશે. જસ્ટિસ બોબડે અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના જમીન વિવાદ મામલે નિર્ણય આપનારી પાંચ જજોની સંવિધાન પીઠમાં શામિલ રહ્યા છે. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે પ્રાઈવસી રાઈટ્સ માટે ગઠિત સાત જજોની સંવિધાન પીઠમાં શામિલ રહ્યા હતા. તેઓ આધારને લઈને તે બેંચમાં પણ હતા જેણે કહ્યું હતું કે જે લોકો પાસે આધાર નથી તેમને સુવિધાઓથી વંચિત નહી કરવામાં આવે.

ચીફ જસ્ટિસ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ નાગપુરમાં થયો હતો. વર્ષ 1978માં તેમણે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રને જોઇન કર્યું હતું. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચમાં લોની પ્રેકટિસ કરી, 1998માં વરિષ્ઠ વકીલ પણ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ પદભાર ગ્રહણ કર્યો. ત્યારબાદ તે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કમાન સંભાળી હતી.

ન્યાયમૂર્તિ બોબડેની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટને ત્રણ સભ્યવાળી સમિતિએ સીજેઆઇ ગોગોઇને તેમના પર ન્યાયાલયની જ પૂર્વ કર્મચારી દ્વારા લગાવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપમાં ક્લીન ચિટ આપી હતી. આ સમિતિમાં ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને ન્યાયમૂર્તિ ઇન્દુ મલ્હોત્રા પણ સામેલ હતા. ન્યાયમૂર્તિ બોબડે 2015મા એ ત્રણ સભ્યવાળી બેન્ચમાં સામેલ હતા જેને સ્પષ્ટતા કરી કે ભારતના કોઇપણ નાગરિકને આધાર સંખ્યાના અભાવમાં મૂળ સેવાઓ અને સરકારી સેવાઓથી વંચિત કરી શકાય નહીં.

તાજેતરમાં જ ન્યાયમૂર્તિ બોબડેની અધ્યક્ષતાવાળી બે સભ્યવાળી બેન્ચે બીસીસીઆઈને મેનેજમેન્ટ જોવા માટે પૂર્વ નિયંત્રક અને મહાલેખાકાર વિનોદ રાયની અધ્યક્ષતામાં બનાવેલ પ્રશાસકોની સમિતિને નિર્દેશ આપ્યો હતો કે નિર્વાચિત સભ્યો માટે કાર્યભાર છોડો.