જેએનયુ હિંસા: દિલ્હી પોલીસની કામગીરી પર શંકાના વાદળો

નવી દિલ્હી: જેએનયુમાં થયેલી હિંસાને લઈને શુક્રવારે દિલ્હી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક તથ્યોને સામે રાખ્યવાનો પ્રયત્ન કર્યો. પણ દિલ્હી પોલીસ અધૂરી તૈયારીઓ સાથે મીડિયાની સામે આવી હતી. પોલીસે બંને પક્ષોના હુમલાખોરોની તસવીરો જાહેર કરી. જેમાં એક તસવીરમાં નામ કોઈનું અને વ્યક્તિ કોઈ બીજી જ હવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ પર ભેદભાવનો પણ આરોપ લાગી રહ્યો છે કારણ કે, તેમણે ડાબેરીપક્ષોના આરોપી હુમલાખોરોનું નામ લીધું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું નામ લેવાથી દૂરી રાખી હતી.

એક વિડિયોમાં 5 જાન્યુઆરીએ બપોરે 3.45 વાગ્યે કેટલાક બુકાનીધારી વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે જે કદાજ પેરિયાર હોસ્ટેલ જઈ રહ્યા હતાં. તેમની સાથે જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષ પણ દેખાઈ રહી છે. જોકે, વિડિયોમાં કોઈના હાથમાં હથિયાર નથી. બીજી તરફ બુકાનીધારીની એક ભીડ હથિયાર લઈને રાતે આવી અને તેમણે સાબરમતી હોસ્ટેલ પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો દિવસે કરેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. બીજો હુમલો ઘણો ઉગ્ર હતો. આઈશી અને એક પ્રોફેસરના માથા પર ઈજા થઈ અને કુલ 36 લોકો ઘાયલ થયાં.

નજરે જોનારાઓનું કહેવું છે કે, હુમલો એબીવીપી દ્વારા કરાવવામાં આવ્યો છે. થોડા સમય પછી એબીવીપી સભ્યોની કેટલીક તસવીરો સામે આવી જેમાં તેઓ લાકડી હાથમાં લઈને કેમ્પસની અંદર જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ હુમલામાં એ લોકો પણ સામેલ હોવાની શંકા મજબૂત બની જાય છે. પણ જ્યારે પોલીસે પ્રથમ વખત જેએનયુ હિંસામાં સામેલ આરોપીઓ અંગે જણાવ્યું તો તેમનો ઈશારો લેફ્ટીસ તરફ હતો.

પોલીસે કુલ 9 લોકોના નામ લીધા જેમાંથી 7 લોકો લેફ્ટથી છે. આ લોકોમાં આઈશી ઘોષનું નામ પણ છે જે જેએનયુ વિદ્યાર્થીસંઘની અધ્યક્ષ છે. પોલીસે યોગેન્દ્ર ભારદ્વાજની તસવીર પણ જાહેર કરી છે જે જેએનયુમાં એબીવીપીના સભ્ય છે અને કહેવામાં આવી રહ્યું છે કે, ભારદ્વાજે જ આ હુમલાની યોજના ઘડી હતી. અન્ય એક વિદ્યાર્થીની તસવીર પણ જાહેર કરવામાં આવી છે જેનું નામ વિકાસ પટેલ બતાવવામાં આવી રહ્યું છે જે ખોટું છે. આ વિદ્યાર્થીનું નામ શિવ પૂજન છે, જે એબીવીપી સાથે જોડાયેલો છે.

તપાસ પર ઉઠેલા સવાલો અને સોશિયલ મીડિયામાં ચોતરફી ટીકાનો ભોગ બન્યા પછી પોલીસે તાત્કાલિક વિકાસ પટેલની સાચી તસવીર જાહેર કરી. પણ આ ઘટના બાદ પોલીસની થિયરી પર અનેક સવાલો ઉભા થયાં છે. જો પોલીસ તમામ લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોના નામ લઈ રહી છે તો એબીવીપીનું નામ શા માટે નથી લઈ રહી અને બીજું કે, 5 તારીખે જે બુકાનીધારીઓ જેએનયુમાં દાખલ થયા તેના અંગે હજુ સુધી પોલીસ કેમ કોઈ જાણકારી નથી આપી રહી.