જમ્મુ-કશ્મીરના સોપોરમાં આતંકી હુમલો, IED બ્લાસ્ટમાં 3 પોલીસ જવાન શહીદ

શ્રીગનર- જમ્મુ કશ્મીરના બારામુલ્લામાં આજે સવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં IED દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, આ હુમલામાં 3 પોલીસ જવાન શહીદ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ ઘટના બારામુલ્લાના સોપોર વિસ્તારમાં બની છે. ઘટનામાં ઘાયલ થયેલાં સૂત્રોના મતે આ ઘટનામાં બીજા કેટલાંક પોલીસ જવાનો પણ ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે શ્રીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટના બાદ સેના, જમ્મુ કશ્મીર પોલીસ, અને CRPFના તમામ જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના પાછળ માટું આતંકી ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સેના અને પોલીસની ટીમ દ્વારા સોપોર સહિત ઉત્તર કશ્મીરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીરમાં અગાઉ પણ અનેકવાર આતંકીઓ દ્વારા પોલીસને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વર્ષ2017માં કશ્મીર ઘાટીના તમામ જિલ્લાઓમાં આતંકીઓ દ્વારા પોલીસની પેટ્રોલિંગ ટીમને નિશાન બનાવામાં આવી હતી. આ સિવાય દક્ષિણ કશ્મીરના કેટલાંક જિલ્લાઓમાં પણ પોલીસના કેમ્પ પર ફિદાયીન હુમલા કરવામાં આવ્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]