વર્ચ્યુઅલ કરંસીમાં બૂમઃ ઝૂકરબર્ગથી પણ વધુ થઈ હતી રિપલ CEO સંપત્તિ

સેનફ્રાંસિસ્કોઃ વર્ચ્યુઅલ કરંસીમાં બૂમ એટલી તેજીથી આવી છે કે આ કરંસીએ દુનિયાના સૌથી અમીર યાદીને હચમચાવી નાંખી છે. બિટકોઈન બાદ સૌથી વધારે ઉછાળો પ્રાપ્ત કરનારી ક્રિપ્ટોકરંસી રિપલના સીઈઓ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં તેજીથી આગળ વધી રહ્યાં છે. થોડા જ સમય માટે પરંતુ તેમણે ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગને પાછળ છોડી દીધાં હતાં.

 

 

 

 

 

 

 

 

 

સીઈઓ ક્રિસ લાર્સેન રિપલના કો-ફાઉંડર છે અને સૌથી વધારે રિપલ ટોકન્સ પણ તેમની જ પાસે છે. ગુરૂવારના રોજ એકવાર તેમની સંપત્તિ 59 અરબ ડોલરને સ્પર્શી ગઈ હતી અને થોડાક જ સમય માટે ભલે પરંતુ તેઓ ઝુકરબર્ગથી આગળ નિકળી ગયા હતા. ફોર્બ્સ અનુસાર ફેસબુકના સીઈઓ દુનિયાના સૌથી અમિર લોકોની યાદીમાં પાંચમા સ્થાન પર છે.

રિપલ રાખનારા બીજા લોકો પણ ધનવાન બન્યા છે. ગત સપ્તાહે આ ટોકન્સની વેલ્યુ 100 ટકાથી વધારે થઈ અને ગત વર્ષમાં તેમાં 30 હજાર ટકા જેટલો વધારો થયો હતો. આના કારણે રિપલ બિટકોઈન બાદ બીજી સૌથી મોટી વર્ચ્યુઅલ કરંસી બની ગઈ છે. આના સિવાય કારડાનો, સ્ટેલર અને લોટામાં પણ તેજી આવી છે. આમાંથી વધારે કરંસી વેલ્યુ એક વર્ષ પહેલા કશું જ નહોતી અને અત્યારે ઘણાલોકોને તે અરબપતિ બનાવી રહી છે.