ઘરનું ઘર ઈચ્છતા લોકો પર બોજો વધશેઃ રિયલ એસ્ટેટને GST હેઠળ લવાશે

નવી દિલ્હીઃ સરકાર રિયલ એસ્ટેટને જીએસટીના હદમાં લાવવાની દિશામાં કાર્ય કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલની 18 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં થનારી એક બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. આમ તો કાઉન્સિલ દ્વારા આના પર નિર્ણય લીધા બાદ જ આનુ અસલ સ્વરૂપ સ્પષ્ટ થશે. પરંતુ કેન્દ્રએ રાજ્યોને જે વિકલ્પો બતાવ્યા છે, તેમાં જીએસટીની હદમાં રિયલ એસ્ટેટને લાવ્યા બાદ સ્ટેમ્પ ડ્યૂટી અને પ્રોપર્ટી ટેક્સ રાખવાનો વિકલ્પ પણ છે. એક્સપર્ટનું માનીએ તો દેશના જીડીપીમાં આશરે 8 ટકા યોગદાન અને કૃષિ બાદ સૌથી વધારે રોજગાર આપનાર રિયલ એસ્ટેટ સેક્ટરની આના દ્વારા મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે હોમ બાયર્સ પર ટેક્સનો બોજો વધી જશે.

 

 

 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલની 10 નવેમ્બરના રોજ ગુવાહાટીની 23મી બેઠકમાં એક પાવર પોઈન્ટ પ્રેન્ઝટેશન રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વિષય પર વિસ્તારથી ચર્ચા થઈ શકી નહી અને હવે આગામી બેઠકમાં આના પર ચર્ચા થવાની શક્યતાઓ છે.

રિયલ એસ્ટેટને જીએસટીની હદમાં લાવવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને વધારે આવક મળશે, જેનાથી ઈનપુટ ટેક્સ ક્રેડિટની સુવિધથી બંદરો, એરપોર્ટ અને હોટલ જેવા વ્યવસાયોને લાભ મળવાની આશા છે. આને રિયલ એસ્ટેટમાં કાળાનાણાના ખાત્માના મજબૂત હથિયારના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે.