ફિસ્કલ ડેફિસિટ ખાળવા RBI સરકારને વધુ ડિવિડન્ડ આપશે

નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્ચ 2018માં સમાપ્ત થનારા નાણાકીય વર્ષ માટે સરકારને વધારે ફંડ એટલે કે ડિવિડન્ડ આપી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આના દ્વારા સરકારને પોતાની નાણાકીય તંગી એટલે કે ફિસ્કલ ડેફિસીટ વધવાની સમસ્યા સામે લડવા માટે મદદ મળશે. જો કે આરબીઆઈનું કાઉંટિંગ જુલાઈ માસથી શરૂ થશે પરંતુ વર્ષ 2017-18 માટે પોતાનું બીજું ડિવિડન્ડ પે આઉટ માર્ચ પહેલાંથી જ કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરબીઆઈ દ્વારા આ નાણાકીય વર્ષમાં સરકારને વધારે ડિવિડંટ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આરબીઆઈ પોતાનું કાઉંટિંગ બંધ કરે છે અને એટલા માટે જ વધારે ડિવિડંડ તેની બેલેંસ શીટમાં બુક્સના ક્લોઝીંગ સમયે જ નોંધાશે. આરબીઆઈ અને સરકારનું નાણાકીય વર્ષ અલગ-અલગ હોય છે. સરકાર એપ્રિલ માર્ચ વચ્ચેના સમયગાળાને નાણાકીય વર્ષ માને છે ત્યાં જ સેંટ્રલ બેંક માટે નાણાકીય વર્ષ જુલાઈ અને જૂન હોય છે.

આરબીઆઈએ ઓગષ્ટમાં વધારે ફંડ સ્વરૂપે સરકારને 30,659 કરોડ રૂપીયા સરકારને ટ્રાંસફર કર્યા હતા જે 2016માં ટ્રાંસફર કરવામાં આવેલી રકમથી અડધાથી પણ ઓછા હતા. તો આ સિવાય આરબીઆઈ દ્વારા જૂન 2017માં સમાપ્ત થયેલા એકાઉંટીગ વર્ષ માટે પણ પોતાના કોન્ટિન્જંસી ફંડ 13,140 કરોડ રૂપીયા ટ્રાંફર કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]