ITBPના હિમવીરોએ હિમાલયનાં શિખરો પર યોગાભ્યાસ કર્યો

નવી દિલ્હીઃ આજે આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (itbp)ના જવાનોએ ઉત્તરમાં લદ્દાખથી માંડીને સિક્કિમ સુધી વિવિધ ઊંચાઈઓવાળી હિમાલયની ગિરિમાળાઓમાં યોગનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત ITBPએ આંતરરાષ્ટ્રીય યોગ  દિવસ પર એક ગીત પણ સમર્પિત કર્યું હતું.

ITBPના હિમવીરોએ લદ્દાખમાં 17,000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા. જ્યારે ITBPના હિમવીરોએ ઉત્તરાખંડમાં 14,500 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા, જ્યારે 33 બેટેલિયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુવાહાટીના લાચિત ઘાટ પર બ્રહ્મપુત્રા નદીની પાસે યોગ કર્યા હતા. આ સાથે ITBPના હિમવીરોએ દેશના પૂર્વોત્તર ભાગમાં, અરુણાચલ પ્રદેશમાં પણ યોગ કર્યા હતા. ભારતની આઝાદીના અમૃત મહોત્સ્વનાં 75 વર્ષોને ધ્યાનમાં રાખતાં આયુષ મંત્રાલયે કેન્દ્રીય પ્રધાનોના યોગ કરવા માટે 75 સ્થળોની પસંદગી કરી હતી અને મૈસુર ડસેરા મેદાનમાં અને ડિજિટલ યોગ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ ડિજિટલ યોગ એક્ઝિબિશન યોગના ઇતિહાસ અને વિઝનને પ્રદર્શિત કરવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં 146 સ્ટોલ્સ છે, જેમાં કર્ણાટક અને કેન્દ્ર સરકારની યોગની સંસ્થાઓ અને આયુષ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી હતી. આયુષ મંત્રાલય અનુસાર આજે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોમાં 25 કરોડ લોકો ભાગ લેશે.

યોગ ગુરુ રામદેવે હરિદ્વારાના પતંજલિ યોગાપીઠમાં યોગાભ્યાસ કર્યો હતો. ઘણાં બાળકો અને અન્ય લોકોએ પણ તેમની સાથે યોગાભ્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના વક્તવ્યમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિચાર મૂક્યો હતો. ભારત દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો.