નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સંચાલિત એવિએશન રેગ્યુલેટર એજન્સી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ જાણકારી આપી છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કામગીરીઓ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી અમલમાં રહેશે. તેમ છતાં, ડીજીસીએ પરિસ્થિતિને અનુરૂપ કિસ્સામાં, પસંદ કરેલા રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય શેડ્યુલ્ડ ફ્લાઈટ્સને કદાચ મંજૂરી આપશે. કોરોના વાઈરસ જાગતિક મહાબીમારીનો ફેલાવો રોકવા માટે આ પ્રતિબંધ ગયા વર્ષના જૂન મહિનામાં મૂકવામાં આવ્યો હતો.
જોકે આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ કામગીરીઓને તેમજ ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી વિશેષ ફ્લાઈટ્સને આ પ્રતિબંધ લાગુ નથી.