તો-ભારત સરહદ પાર કરતા અચકાશે નહીં: રાજનાથસિંહ

ગુવાહાટીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દ્રઢપણે કહ્યું છે કે સરહદ પારથી ભારતને લક્ષ્ય બનાવતા ત્રાસવાદીઓ સામે પગલું ભરતાં આપણો દેશ અચકાશે નહીં. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લેનાર આસામના પીઢ સૈનિકોના સમ્માન સમારોહમાં બોલતાં રાજનાથસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતમાંથી ત્રાસવાદને નાબૂદ કરવા કામ કરી રહી છે.

ચીની લશ્કર સાથે સરહદ પર તાજેતરમાં થયેલા ઘર્ષણ વખતે ભારતીય સૈનિકોએ બતાવેલી બહાદુરીની પ્રશંસા કરતા રાજનાથસિંહે કહ્યું કે, ‘હું દ્રઢપણે માનું છું કે ભારત માતાનું શીશ (માથું) ઝૂકી જાય એવું દુનિયાની કોઈ પણ તાકાત કરી શકે એમ નથી. ભારતને જો બહારથી ટાર્ગેટ કરવામાં આવશે કે ભારત પર હુમલો કરાશે તો આપણે પગલું ભરવા માટે સરહદ પાર કરતા અચકાઈશું નહીં. હું આપણા સશસ્ત્ર દળોના વડાઓ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહું છું.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]