ભારત દુનિયાના દેશોને મદદ કરવા પ્રતિબદ્ધ: માંડવીયા

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ), નવી દિલ્હીઃ યૂક્રેનમાં યુદ્ધ ચાલું રહ્યું હોવાને લીધે દુનિયાના દેશોમાં ગંભીર ખાદ્યસંકટ ઊભું થયું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય તેમજ રસાયણો અને ખાતર ખાતાના પ્રધાન ડો. મનસુખ માંડવીયાએ કહ્યું છે કે ભારત એક જવાબદાર દેશ છે જે શેષ વિશ્વને પ્રત્યેક સંભવ મદદ કરવા પ્રતિબદ્ધ છે. પરંતુ, અમારો દેશ ઘણી વસ્તીવાળો હોવાથી અમારી પોતાની અનાજની જરૂરિયાત ખૂબ ઉંચી રહે છે. તે છતાં અમે અનાજનું ઉત્પાદન વધારીશું. આ જ પ્રમાણે બીજા બધા દેશોએ પણ કરવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. તમામ જવાબદાર દેશોએ અન્નસંકટનો સામનો કરવા ભેગા થવું જોઈએ.

(તસવીર સૌજન્યઃ @mansukhmandviya)

જિનેવામાં, વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વાર્ષિક સંમેલનમાં ડો. માંડવીયાએ કહ્યું કે, ભારત એક જવાબદાર દેશ છે અને તે અન્ય દેશોને પ્રત્યેક સંભવ મદદ કરવા પ્રતિબદ્ધ છે.