INDIA ગઠબંધનઃ પંજાબમાં આપ-કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી મુદ્દે કશ્મકશ

નવી દિલ્હીઃ કોંગ્રેસની સાથે સીટ વહેંચણી પર પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજ્યમાં બધી 13 લોકસભા સીટો જીતશે. જોકે તેમની પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન વિશે સીધો જવાબ નહોતો આપ્યો.

પત્રકારોએ માનને જ્યારે પૂછ્યું હતું કે શું તેઓ લોકસભા ચૂંટણી માટે આપ અને કોંગ્રેસની વચ્ચે સીટ વહેંચણીની વ્યવસ્થાના પક્ષમાં છે. એ સવાલનો જવાબ આપવાથી તેમણે કર્યો હતો, પણ તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી પંજાબમાં બધી 13 લોકસભા સીટો જીતશે.પંજાબના લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરે છે અને તેમણે આપને 92 સીટો આપી દીધી છે. પાર્ટીને સત્તામાં પહોંચાડી છે, જેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે.બીજી બાજુ કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને મુખ્ય પ્રધાન કેજરીવાલને હિટલર પણ કહી દીધા છે. બાજવાએ સોશિયલ મિડિયા પર કેજરીવાલ અને ભગવંત માન પર પ્રહાર કર્યા હતા.  સૌપ્રથમ તેઓ પોતાની ઓફિસમાંથી બાબા સાહેબ આંબેડકર અને ભગત સિંહના ફોટા દૂર કરે. તેમની જગ્યાએ જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરનો ફોટો લગાવી દો. જો તમે હિટલરના ફોટાને ધ્યાનથી જોશો તો એ આપ નેતાઓ સાથે મેળ ખાય છે, એમ તેમણે કર્યો હતો. આપ દિલ્હી અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સાથે સીટ વહેંચણી પર વાતચીત કરી રહી છે.