વડોદરામાં બોટ પલટી જતા 13 બાળકો અને 2 શિક્ષકોના મોત, જુઓ મૃતકોની યાદી

રાજ્યમાં ફરી એક વખત હચમચાવનારી ઘટના બની છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટના બાદ ફરી એક વખત એક દુર્ઘટનાના સમાચાર સાંભળી લોકો હચમચી ઉઠ્યા છે. વડોદારમાં હરણી તળાવમાં બોટ પલટી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. બોટમાં 23 જેટેલા બાળકો સવાર હતા. જેમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે. બોટમાં 23 બાળકો, 4 શિક્ષકો, 4 બોટવાળા સહિત કુલ 31 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હરણી લેકના પ્રવાસે આવ્યા હતા. લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. ઘટનાને પગલે ફાયર અને એનડીઆરએફની ટીમની કામગીરી શરૂ કરી છે. હજુ પણ 3 બાળકોની શોધખોળ શરૂ છે.

મૃતકોના નામ

સફીના શેખ
મુવાઝા શેખ
અલીસ્બા કોઠારી
ઝહાબીયા સુબેદાર
વિશ્વા નિઝામા
નેન્સી માછી
આયેશા ખલીફા
આયત મન્સરી
રેહાન ખલીફા
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
હેત્વી શાહ
રોશની સૂરવે

મૃતક શિક્ષિકાઓ

છાયા પટેલ
ફાલ્ગુની સુર