સામાન્ય પ્રજાને ફટકોઃ રાંધણ ગેસનું સિલિન્ડર પણ મોંઘું થયું

નવી દિલ્હીઃ રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં 1 જૂલાઈથી 14.2 કિલોગ્રામ વાળા સિલિન્ડરની રીટેલ પ્રાઈઝ 594 રુપિયા થઈ ગઈ છે. પહેલા જૂનમાં આની કિંમત 593 રુપિયા હતી. રાંધણ ગેસના ભાવ સતત બીજા મહિને પણ વધી ગયા છે. જૂનમાં દિલ્હીમાં આની કિંમત 11.5 રુપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવી હતી. રાંધણ ગેસના ભાવની સમીક્ષા માસિક ધોરણે કરવામાં આવે છે. કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પણ આજથી રાંધણ ગેસ મોંઘો થયો છે. કોલકાતામાં આની કિંમત 4.50 રુપિયાથી વધીને 620.50 રુપિયા, મુંબઈમાં 3.50 રુપિયા વધીને 594 રુપિયા અને ચેન્નઈમાં 4 રુપિયા વધીને 610.50 રુપિયા કિંમત થઈ ગઈ છે.

હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા 19 કિગ્રાના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 4 રુપિયા ઘટી છે, જ્યારે કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં આના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આની કિંમત 1,139.50 રુપિયાથી ઘટીને 1,135 રુપિયા થઈ ગઈ છે. કોલકાતામાં આની કિંમત 4 રુપિયા વધીને 1197.50 રુપિયા અને મુંબઈમાં ત્રણ રુપિયા વધીને 1090.50 રુપિયા થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]