નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે UPI પેમેન્ટને લીને મોટો નિર્ણય કર્યો છે. ભીમ (BHIM) UPIથી ટ્રાન્ઝેક્શન પર તમને ઇન્સેન્ટિવ મળશે. કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ UPI દ્વારા ઓછી રકમની લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે રૂ. 2600 કરોડની યોજનાને મંજૂરી આપી આપી છે. આ યોજના હેઠળ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષમાં રૂપે અને UPIનો ઉપયોગ કરવા માટે ‘પોઇન્ટ ઓફ સેલ’ એટલે કે દુકાનો પર લાગેલાં ચુકવણીનાં મશીનો અને ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે.
સરકાર ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા ધારે છે. જેને લીધે બેન્કો પર વધુ બોજ ના વધે અથવા નાની કાર્ડ કંપનીઓ પર આર્થિક બોજ ના વધે. એના માટે સરકાર એવાં પગલાં ઊઠી રહી છે. એટલે સરકાર ઇન્સેન્ટિવ આપવાની છે. આ ઇન્સેન્ટિવ પહેલા તબક્કાનો પ્રારંભ ઇન્સેન્ટિવ છે.
જો આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો તો સરકાર ઇન્સેન્ટિવ આપવાની યોજના અને રકમ વધારી શકે છે. જેને હેઠળ સરકાર દ્વારા રૂપે કાર્ડ, ડેબિટ કાર્ડ, UPIના ઉપયોગને પ્રોત્સાહન આપશે. એ દ્વારા જે નાનાં-નાનાં ટ્રાન્ઝેક્શન થાય છે- એને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે. UPI ટ્રાન્ઝેક્શનને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે.