આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું આગમન વહેલું થશે

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે નૈઋત્ય ખૂણેથી દેશમાં પ્રવેશતા ચોમાસાનું આ વર્ષે આગમન વહેલું થશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મોસમનો પહેલો વરસાદ 15 મેએ પડે એવી શક્યતા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓથી નૈઋત્યનું ચોમાસું આગળ વધીને દક્ષિણ આંદામાન મહાસાગર તથા બાજુના બંગાળના અખાતના ઈશાન ભાગમાં પ્રવેશ કરશે. ત્યાંથી ચોમાસાનો વરસાદ કેરળ સહિત દક્ષિણ ભારતમાં શરૂ થાય છે અને ચોમાસું ત્યાંથી ઉત્તર દિશા તરફ આગળ વધીને દેશના પશ્ચિમ અને મધ્ય તેમજ ઉત્તરના અનેક ભાગોને આવલી લે છે.