નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવાર સુધી દેશમાં કોવિડ-19ના 96,169 કેસો સામે આવી ચૂક્યા છે. આની સાથે 3,029 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દેશમાં કોરોનાથી લડવા માટે કોવિડ-19 ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે. આ દરમ્યાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોવિડ-19 ટેસ્ટિંગને લઈને વ્યૂહરચનામાં બદલાવ કર્યો છે.
આ લોકોની તપાસ થશે
- ICMRના જણાવ્યા મુજબ હવે એ લોકોની તપાસ થશે, જેમણે 14 દિવસમાં કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી હશે અને તેમનામાં કોવિડ-19 જેવાં લક્ષણો હશે.
- આ ઉપરાંત લેબોરેટરીમાં દર્દીના કોવિડ-19ના કેસની પુષ્ટિ થવા પર તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થશે.
- કોવિડ-19ના કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરતા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓ અતવા અન્ય કર્મચારીઓની તપાસ (જેનામાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા કોવિડ-19નાં લક્ષણ હશે).
- જે લોકોને એક્યુરેટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનની સાથે તાવ, ખાંસીનાં લક્ષણ મળશે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા રહેશે.
- કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલા હાઈ રિસ્કના લક્ષણો વગરના લોકોની તપાસ, તેમની તપાસ કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલી વ્યક્તિની પાંચમા અને 10મા દિવસની વચ્ચે થશે.
- કન્ટેનમેન્ટ અનમે હોટસ્પોટ ઝોનમાં રહેતા બધા લોકોની તપાસ- જેમાં કોવિડ-19નાં લક્ષણો જેવાં કે તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હશે.
- હોસ્પિટલમાં દાખલ એ બધા દર્દીઓની તપાસ થશે, જેમાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ હશે.
- પ્રવાસી અથવા અન્ય જગ્યાએથી આવતી વ્યક્તિની તપાસ, તબિયત ખરાબ થવા પર સાત દિવસની અંદર થશે. તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવાવાળા લોકોની તપાસ થશે.
- ટેસ્ટિંગમાં ઘટાડાને કારણે ઇમર્જન્સી પ્રક્રિયામાં મોડું નહીં કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારના કોવિડ-19નાં લક્ષણ જોવી મળશે તો સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે.
- ઉપર આપવામાં આવેલી તમામ શ્રેણીઓમાં કોવિડ-19ના ટેસ્ટિંગનો રિયલ ટાઇમ RT-PCR દ્વારા થશે.
|