નવી દિલ્હીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં આ મામલે દખલ દેવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે સોરેનને ઝારખંડ હાઇકોર્ટ જવા નિર્દેશ આપ્યા છે. કોર્ટ દરેક જણ માટે ખુલ્લી છે અ હાઇકોર્ટ બંધારણીય કોર્ટ છે. અમે એક વ્યક્તિને મંજૂરી આપીશું તો અમારે બધાને મંજૂરી આપવી પડશે, એમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે એ અરજી પર રાંચી હાઇકોર્ટને જલદી સુનાવણી કરવાના નિર્દેશ આપવાની માગ પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે બંધારણીય કોર્ટને નિયંત્રિત કરીશું. કોર્ટના આ વલણ પછી હવે સોરેન ટૂંક સમયમાં હાઇકોર્ટમાં સુનાવણીની માગ કરે એવી શક્યતા છે.
EDએ સોરેનની ધરપકડ પછી દાવો કર્યો હતો કે ધરપકડ કરવામાં આવેલા ઝારખંડના ભૂતપૂર્વ મંત્રી સોરેનના ગેરકાયદે અને ઉપયોગમાં આશરે 8.5 એકરની એક ડઝન જમીન છે. મુખ્ય મંત્રી પદથી રાજીનામું આપ્યા પછી સોરેન (48)ની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ તેમની સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
બીજી બાજુ, ઝારખંડમાં ચંપઈ સોરેન સરકારની રચના થશે. ચંપઈ સોરેનના શપથ કાર્યક્રમથી પહેલાં JMMના અધ્યક્ષ શિબુ સોરેન પાસે આશીર્વાદ લીધા હતા. જોકે સૌની નજર ઝારખંડમાં PMLA કોર્ટ પર છે, કેમ કે કોર્ટ સોરેનના રિમાન્ડ પર ચુકાદો આપશે.