લોકસભાની ચૂંટણીમાં ડીપફેકનું વધતું જોખમ

નવી દિલ્હીઃ દેશમાં હાલના દિવસોમાં જે વિડિયો વાઇરલ થયા છે, એમાં બે એવા વિડિયો પણ છે, જેમાં બોલીવૂડ એક્ટર આમિર ખાન અને રણવીર સિંહ લોકોથી કોંગ્રેસ પાર્ટી માટે મત માગતા નજરે ચઢે છે. રણવીર સિંહે ડીપફેક વિડિયો માટે FIR પણ નોંધાવી છે.

બોલીવૂડ એક્ટર આમિર ખાનવાળો વિડિયો 30 સેકન્ડનો છે, જ્યારે રણવીર સિંહવાળો વિડિયો 41 સેકન્ડનો છે. આ વિડિયોમાં તેઓ વડા પ્રધાન મોદીની ટીકા કરતા જોઈ શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવેલા આ બંને વિડિયો કોંગ્રેસના ચૂંટણી નિશાન અને સ્લોગન સાથે ખતમ થાય છે.

ગયા સપ્તાહે આ બંને વિડિયોને સોશિયલ મિડિયા પર પાંચ-પાંચ લાખથી વધુ વાર જોવામાં આવ્યા હતા. AIથી તૈયાર ફેક અથવા ડીપફેકનો ઉપયોગ અમેરિકા, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સહિત વિશ્વની ચૂંટણીઓમાં જોઈ શકાય છે.

દેશમાં ચૂંટણીપ્રચાર લાંબા સમયથી ઘેરેઘેર અને ચૂંટણી સભાઓના માધ્યમથી થતો રહ્યો છે. 2019થી વોટ્સએપ અને ફેસબુકનો ચૂંટણીપ્રચાર માટે મોટા પાસે ઉપયોગ થવા લાગ્યો હતો. આ વખતે દેશમાં લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમ વાર AIનો ઉપયોગ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા સુજાતા પોલે રણવીર સિંહનો વિડિયો 16,000 ફોલોઅરને 17 એપ્રિલે X  પર શએર કર્યા. 19 એપ્રિલ સુધી તેમની આ પોસ્ટને 2900 વાર રિટ્વીટ કરવામાં આવી હતી. 8700 લોકોએ એને લાઇક કરી અને 4,38,000 વાર એને જોવામાં આવ્યો. દેશમાં આશરે 90 કરોડ લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા છે. સરેરાશ ભારતીય પ્રતિદિન ત્રણ કલાકથી વધુ સમય સોશિયલ મિડિયા પર વિતાવે છે. દેશમાં આશરે એક અબજ મતદાતાઓ છે, જેથી અંદાજ લગાવવો મુશ્કેલ છે કે AIથી તૈયાર કન્ટેન્ટ ચૂંટણીમાં ક્યાં સુધી જઈ શકે છે.