સરકાર પાઇરસી રોકવા સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે ફિલ્મોની પાઇરસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવાનો નિર્ણય લીધો છે, એમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આગામી સંસદ સત્રમાં આ અંગે સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. ફિલ્મજગત, કલાકારો અને ચાહકો સાથે જોડાયેલો નિર્ણય લેવામાં આવ્યો છે. પાઇરસી પર કંઇક કરવું જોઇએ તેવી માગ ઘણા સમયથી ચાલી રહી હતી.

તેમણે કહ્યું હતું કે મોદી સરકારની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં નેશનલ ક્વોન્ટમ મિશન માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019માં આ સંબંધે એક વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. આ વિધેયક સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું અને સમિતિએ એના પર સૂચનો પણ આપ્યાં હતાં. સંસદના આગામી સત્રમાં સિનેમેટોગ્રાફી વિધેયક 2023 રજૂ કરવામાં આવશે.

આ માટે રૂ. 6003 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. તેની અંતિમ તારીખ 2023-24થી 2030-31 છે. આ માટે ચાર હબ બનાવવામાં આવશે. તેમનું સંચાલન વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મિશન ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે. મિશનને માર્ગદર્શન આપવા માટે એક સંચાલક મંડળ હશે. ક્વોન્ટમ ટેકનોલોજી એ ભૌતિકશાસ્ત્રની એક શાખા છે.

આજના કોમ્પ્યુટરમાં વપરાતી ટેક્નોલોજી કરતાં તેને વધુ સારી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ ટેક્નોલોજીએ કોમ્પ્યુટિંગમાં ઘણી મદદ કરી છે. આ દ્વારા, ડેટાને પ્રોસેસ કરવા અને તેને તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરવાનું સરળ છે.