નવી દિલ્હીઃ દેશમાં મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ અને એક્ઝિબિશન્સને ફરીથી ખોલવા અને કોવિડ-19 રોગચાળાને પ્રસરતો અટકાવવા માટે સાંસ્કૃતિક મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ અને એક્ઝિબિશનશન્સ 10 નવેમ્બરથી ફરી ખોલી શકાશે.. વળી અન્ય સંબંધિત પ્રાંગણની સુવિધા રાજ્ય, શહેર અને સ્થાનિક કાયદાઓ અનુસાર ખોલી શકાશે. જોકે આ સ્થળોને નિયમિત સમયે સેનિટાઇઝેશન કરવામાં આવવા જોઈએ અને મુલાકાતીઓ દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત છે, વળી ઓડિયો ગાઇડના ઉપયોગ પર રોક રહેશે, જ્યાં સુધી એના દરેક ઉપયોગ પછી એને કીટાણુરહિત ના કરવામાં આવે.
મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ લિફ્ટની કામગીરી સીમિત રહેશે અને શારીરિક રીતે અક્ષમ અથવા સિનિયર સિટિઝન માટે રિઝર્વ્ડ રહેશે. આ ઉપરાંત ટચ બેઝ્ડ ટેકક્નોલોજીનો ઉપયોગ સીમિત કરવાની સલાહ આપવામાં આવી છે. એ ચીજવસ્તુઓને નિમિત અંતરે કીટાણુરહિત કરવામાં આવવી જોઈએ.