કોરોનાના નવા કેસોની સંખ્યા 50,210; મૃત્યુઆંક 704

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 83 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 50,210 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 704 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 83,64,086 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,24,315 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 77,11,809 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,27,962એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.09 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

કોરોનાની ચમત્કારિક વેક્સિન

વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસ માટે એક એવી વેક્સિન બનાવી છે, જે અનેક ઘણી વધારે એન્ટિબોડી વિકસિત કરે છે. આ વેક્સિનનો પ્રાણીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના પરિણામો પણ ખૂબ ચોંકાવનારાં આવ્યાં છે. રિસર્ચ કરનારાઓમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના કેટલાક નિષ્ણાતો પણ સામેલ છે. કોરોનાની નવી વેક્સિન ઉંદરમાં એ લોકો કરતાં અનેક ઘણી વધારે ન્યુટ્રલાઇઝિંગ એન્ટિબોડીઝ  પેદા કરવામાં સક્ષમ છે, જે કોરોનાને માત આપી ચૂક્યા છે.

રિસર્ચર્સના મતે જ્યારે એક વાંદરાને આ વેક્સીન આપવામાં આવી તો તેના શરીરમાં વિકસીત થયેલા એન્ટિબોડિઝે કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન પર અનેક પ્રકારે હુમલો કર્યો હતો. સ્પાઇક પ્રોટીન દ્વારા જ કોરોના માણસની કોશિકાઓમાં ઘુસી જાય છે. વૈજ્ઞાનિકોના મતે તેનો અર્થ એ થયો કે વેક્સિન વાયરના મ્યુટેટેઈ સ્ટ્રેન વિરુદ્ધ પણ સુરક્ષા પૂરી પાડી શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]