મહિલાએ કહ્યું, પાકિસ્તાન ઝિંદાબાદઃ ઓવેસીએ રોકવાની કોશિશ કરી

નવી દિલ્હીઃ બેંગલોરમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવેસીની હાજરીમાં એક કાર્યક્રમમાં એક યુવતીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે આ યુવતીના પિતાએ તેના નિવેદનની તીખી આલોચના કરી હતી. અમૂલ્યાએ જેકાંઈ કહ્યું એ ખોટું છે. તે કેટલાક મુસ્લિમોની સાથે જોડાયેલી છે અને તેણે મારી વાત નહોતી સાંભળી. ઓવેસીના મંચ પર નારા લગાવનારી અમૂલ્યાની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં બેંગલુરુમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરવા માટે ઓવેસીને બોલાવવામાં આવ્યા, એ દરમ્યાન અમૂલ્યાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે આ યુવતીને ઓવેસીએ રોકવાની કોશિશ કરી હતી. અમૂલ્યાના પિતાએ કહ્યું કે અમૂલ્યાએ જેકાંઈ કહ્યું, એ ખોટું છે. તે કેટલીક મુસ્લિમો સાથે સંકળાયેલી છે અને મારી વાત નથી સાંભળતી.

ઓવેસીએ સ્પષ્ટતા કરી

બેંગલુરુમાં એક જનસભામાં એક યુવતીએ મંચ પરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે મહિલાને રોકવાની કોશિશ કરવામાં આવી, પણ તે ના અટકી. છેવટે પોલીસે તેને  મંચ પરથી દૂર કરવી પડી. ત્યાર બાદ ઓવેસીએ સ્પષ્ટતા કરી હતી કે તે યુવતી સાથે તેમની પાર્ટીને કોઈ સંબંઘ નથી. બેંગલુરુ પોલીસે સૂત્રો પોકારતી યુવતીનેની સામે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. ઓવેસીએ લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે તે યુવતી સાથે તેઓ સંમત નથી. ના તો મારો અને ના તો પાર્ટીનો તે યુવતી સાથે કોઈ સંબંધ છે. આયોજકોએ તેને અહીં ના બોલાવવી જોઈએ. જો મને આ માલૂમ હોત તો હું અહીં ના આવત. અમે ભારત માટે છીએ અમે કોઈ પણ દુશ્મન દેશનું સમર્થન નથી કરતા. અમારું આંદોલન ભારતને બચાવવા માટેનું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]