નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા છે અને એશિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. અહેવાલો અનુસાર, 2020ના એપ્રિલથી અદાણીની કુલ સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. 2020ની 18 માર્ચે એમની નેટ વર્થ હતી 4.91 અબજ ડોલર.
છેલ્લા 20 મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 1,808 ટકાનો વધારો થયો છે એટલે કે 83.89 અબજ ડોલરનો વધારો થયો છે. આ જ સમયગાળામાં, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 250 ટકા એટલે કે 54.7 અબજ ડોલર વધી.
