નવા નાણાકીય-વર્ષથી જિંદગીથી જોડાયેલા સાત નિયમો બદલાશે

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ આવતી કાલે પૂરું થશે. એક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં પીએફ, ટેક્સ, ઇન્સ્યોરન્સ, પેન્શન્સથી સંકળાયેલા નિયમોમાં મહત્ત્વના બદલાવ થવાના છે. બજેટ-2021માં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) અને વોલિન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) પર મળતા વ્યાજ માટે ટેક્સ છૂટની મર્યાદા નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જે એક એપ્રિલથી લાગુ થવાની છે. આ સિવાય હવાઈ યાત્રા, સિલિન્ડરની કિંમતો, સરલ પેન્શન યોજનાને લઈને મહત્ત્વના બદલાવ થાય એવી શક્યતા છે.

એક એપ્રિલથી સરલ પેન્શન યોજના શરૂ થવાની છે. વીમા નિયામક ઇરડાએ જીવન વીમા કંપનીઓને એક એપ્રિલ, 2021થી સરલ પેન્શન યોજનાનો પ્રારંભ કરવાના નિર્દેશ આપ્યા છે. સરલ પેન્શન પ્લાન હેઠળ વીમા કંપનીઓને માત્ર બે વાર્ષિક વિકલ્પ આપશે. સરલ પેન્શન પ્લાન હેઠળ મેચ્યોરિટીનો લાભ નહીં મળે, એમાં 100 ટકા ખરીદમૂલ્યની વાપસીનો વિકલ્પ હશે.

બજેટમાં એક વર્ષમાં રૂ. 2.5 લાખથી ઉપરના પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રિબ્યુશન પર મળતા વ્યાજ પર હવે નોર્મલ રેટ્સથી ટેક્સ લેવામાં આવશે. એ માત્ર એમ્પ્લોયીઝ પર લાગુ થશે, એમ્પેલોયરના યોગદાન પર નહીં લાગુ થાય.

 આ ઉપરાંત નીચેના બદલાવ થશે

વળી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોએ હવે ઇન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરવું પડે. સરકાર હવે એલટીસીનું રોકડમાં ચુકવણી કરશે, જે ટેકસ અંતર્ગત નહીં આવે. પ્રતિ મહિને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઓઇલ કંપનીઓ બદલાવ કરશે. ડિરેક્ટોરેટ જનરલ સિવિલ એવિયેશને ઘરેલુ પેસેન્જરો માટે રૂ. 40 વધારી દીધા છે. હવાઈ ટિકિટમાં એરપોર્ટ સિક્યોરિટી ફીસ (ATS)ને વધારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પેસેન્જરો માટે ATS રૂ. 114.38 થશે.