ડો.હર્ષવર્ધન, પત્નીએ કોરોના-રસીનો બીજો ડોઝ લીધો

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન ગોયલે એમના પત્ની નૂતન સાથે આજે અહીં દિલ્હી હાર્ટ એન્ડ લન્ગ ઈન્સ્ટિટ્યૂટ ખાતે કોરોનાવાઈરસ-વિરોધી રસીનો બીજો ડોઝ લીધો હતો. એમણે સ્વદેશી રીતે નિર્મિત કોવિડ-19 રસી કોવેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. એમણે ગઈ 2 માર્ચે, 28 દિવસ પહેલાં આ રસીનો પહેલો ડોઝ લીધો હતો.

પહેલા ડોઝની જેમ રસીનો બીજો ડોઝ પણ ખાનગી સેન્ટરમાં રૂ. 250નો ચાર્જ ચૂકવીને લીધા બાદ 66-વર્ષીય ડો. હર્ષવર્ધને પત્રકારો સાથેની વાતચીતમાં દેશની જનતાને ઉદ્દેશીને કહ્યું હતું કે, બંને કોરોના-વિરોધી રસી – કોવિશીલ્ડ અને કોવેક્સીન સુરક્ષિત અને અસરકારક છે. લોકોએ આ રસીની વિરુદ્ધમાં ફેલાવાતા સંદેશાઓ પર ધ્યાન આપવું નહીં, અફવાઓથી દૂર રહેવું. દરેક નાગરિક પોતાનો વારો આવે ત્યારે રસી જરૂર લે અને જવાબદાર નાગરિક બને.