રામપુરઃ UPના રામપુરના ચર્ચિત ડુંગરપુર કેસમાં SPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ આઝમ ખાનને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. એ સાથે અન્ય ત્રણ દોષીઓને પાંચ-પાંચ વર્ષ જેલની સજા સંભળાવી છે. એમાં રામપુરના ભૂતપૂર્વ નગરપાલિકા અધ્યક્ષ અઝહર અહમદ ખાન, ભૂતપૂર્વ ક્ષેત્રાધિકારી આલે હસન અને બરકત અલી સામેલ છે. 16 માર્ચે MP-MLA કોર્ટે ચારે લોકોને દોષી ઠેરવ્યા હતા.
ગુનેગારો પર લગાવવામાં આવેલી કલમોમાં IPCની કલમ 452 હેઠળ મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ છે. બાકીના વિભાગોમાં છ મહિનાથી બે વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ છે. જોકે ગયા વર્ષે નકલી બર્થ સર્ટિફિકેટ કેસમાં સપા નેતા આઝમ ખાન, તેમની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.